- કટલેરીની દુકાનમાં ઓચિંતા આગ લાગી
- વર્ષો જૂની હતી કટલેરીની દુકાનોમાં આગ
- ફાયર ફાઇટરોએ પાછળનો દરવાજો તોડીને આગ કાબુમાં લીધી
- વાસાવડ ગામની સાંકડી શેરીમાં આવેલી છે દુકાન
રાજકોટઃ જિલ્લાના ગોંડલ તાલુકાના વાસાવડ ગામે 2 દુકાનમાં વિકરાળ આગ લાગતા જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, ગોંડલ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો.
દૂર-દૂર સુધી ધુમાડાના ગોટાઓ જોવા મળ્યાં હતા
ગોંડલ તાલુકાના વાસાવડ ગામે દુકાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે, ત્યારે વાસાવડ ગામના ગાંધી ચોકમાં આવેલ ફારૂકભાઈ કામદાર ઉર્ફે જબારભાઈની કામદાર બ્રધર્સ નામની કટલેરીની દુકાનમાં ઓચિંતા આગ ભભૂકી હતી. આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર-દૂર સુધી ધુમાડાના ગોટાઓ જોવા મળ્યાં હતા. આ સાથે જ ગ્રામજનોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. તો બીજી તરફ આગના આ બનાવની જાણ ગોંડલ નગર પાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી જઈને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રાયાસો હાથ ધર્યા છે.
![ગોંડલના વાસાવડ ગામે કટલેરીની દુકાનમાં વિકરાળ આગ લાગતા અફરાતફરીનો માહોલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-01-gondal-vasavad-aag-fire-vis-gj10022_04012021132336_0401f_1609746816_573.jpg)
શોટસર્કિટના કારણે આગ ભભૂકી
જ્યારે હાલમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી હોવાથી બાજુની અન્ય દુકાનોમાં આગ વધુ પ્રસરે નહી તે માટેના સ્થાનિક ગામના સરપંચ સહિતના ગ્રામજનોએ પ્રયાસ હાથ ધર્યા છે. દુકાનમાં શોટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા દુકાનમાં અંદાજે રૂપિયા 2થી 3 લાખનો મુદ્દામાલ બળીને ખાખ થયો હતો.