- રાજકોટમાં મેયર જાહેર થતાની ઉજવણી દરમિયાન લાગી આગ
- રાજકોટ મહાનગરપાલિકાના 21માં મેયર તરીકે ડૉ. પ્રદિપ ડવએ ચાર્જ સંભાળ્યો
- પ્રદિપ ડવની મેયર બનવાની ઉજવણીમાં ફટાકડા ફોડતા સમયએ આગ લાગી
રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાના 21માં મેયર તરીકે ડૉ. પ્રદિપ ડવએ ચાર્જ સંભાળ્યો છે. પ્રદીપ ડવ યુવા અને શિક્ષિત નેતા તરીકે રાજકોટ ભાજપમાં આગવું સ્થાન ધરાવે છે. પ્રદીપ ડવએ મેયરનો ચાર્જ સંભાળતા અગાઉ ચેમ્બરમાં પૂજા અર્ચના કરી શહેર ભાજપ આગેવાનોના આશીર્વાદ મેળવ્યા હતા અને ત્યારબાદ ચાર્જ સંભાળ્યો હતો. જો કે પ્રદિપ ડવની મેયર બનવાની ઉજવણીમાં ફટાકડા ફોડતા સમયે આગ લાગી હતી.
મેયર જાહેર થતા ઉજવણી સમયે લાગી આગ
રાજકોટ જિલ્લાના 21માં મેયર તરીકે ડૉ. પ્રદિપ ડવનું નામ જાહેર થયા બાદ ઉજવણી સમયે ફટાકડા ફોડતા સમયે મહાનગરપાલિકા નજીક આવેલા ઈલેક્ટ્રીક ટ્રાન્સપોર્ટર નીચે આગ લાગી હતી. જે દરમિયાન અહીં નીચે પડેલો કચરો સળગ્યો હતો. જેથી ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક આગ પર કાબૂ મેળવવમાં આવ્યો હતો.