- રામમંદિર નિર્માણ સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી જ રૂપિયા 17 કરોડ જેવી મોટી રકમ દાનમાં મળી
- RSS દ્વારા યોજવામાં આવી પત્રકાર પરિષદ
- 80 ટકા દેશના અને 100 ટકા સૌરાષ્ટ્ર પ્રાંતની શાખાઓ શરૂ
રાજકોટ: દેશમાં રામ મંદિરના નિર્માણનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે રામ મંદિર નિર્માણ માટે 44 દિવસ જેવા ખૂબ જ ઓછા સમયમાં દેશના 5 લાખ કરતા વધુ ગામોમાંથી 12 કરોડ કરતા વધુ પરિવાર દ્વારા દાન આપવામાં આવ્યું છે. જે વર્લ્ડ રેકોર્ડ બરાબર છે. જ્યારે સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી જ રૂપિયા 17 કરોડ જેવી મોટી રકમ દાનમાં મળી છે. ઉલ્લેખનીય છે કે, આજે મંગળવારના રોજ રાજકોટની રાષ્ટ્રીય શાળા ખાતે રાષ્ટ્રીય સ્વયં સંઘની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં આગામી દેશમાં કોરોના મહામારી રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા કરવામાં આવેલ કાર્યની સમીક્ષા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: કચ્છના વેપારીએ પોતાની એક મહિનાની આવકનો 10℅ હિસ્સો રામમંદિર અંતર્ગત અર્પણ કર્યો
RSS દ્વારા યોજવામાં આવી પત્રકાર પરિષદ
રાષ્ટ્રીય સ્વયં સંઘના સૌરાષ્ટ્રના પદાધિકારીઓ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જે દરમિયાન તેમને જણાવ્યું હતું કે, દેશમાં કોરોના મહામારી દરમિયાન લોકડાઉન જાહેર કરાયું હતું. જે દરમિયાન RSS દ્વારા દેશ સામે આવેલી અફતને પહોંચી વળવા માટે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જે દરમિયાન આ પ્રવૃત્તિમાં 5,60,000 સ્વયં સેવકો જોડાયા હતા અને 73 લાખ જેટલી અલગ અલગ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે 4.5 કરોડ લોકોને ભોજનનું પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું, 90 લાખ માડકનું વિતરણ સાથે 20 લાખ પ્રવાસી લોકોની પણ મદદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: તમારે રામમંદિર માટે ઓનલાઈન દાન કરવું છે તો આવી રીતે કરો, મંદિર ટ્રસ્ટે જાહેર કર્યો QR કોડ
80 ટકા દેશના અને 100 ટકા સૌરાષ્ટ્ર પ્રાંતની શાખાઓ શરૂ
કોરોના મહામારી દરમિયાન લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેને લઈને RSSની પણ મોટાભાગની શાખાઓ બંધ કરવામાં આવી હતી પરંતુ હાલ દેશમાં પરિસ્થિતિ ધીમેધીમે પહેલા જેવી થતી જાય છે. દેશમાં RSSની કુલ 55,600 જેટલી શાખાઓ તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતની 441 શાખાઓ હતી. જે હાલ 80 ટકા જેટલી ફરીથી કાર્યરત કરવામાં આવી છે. આમ હવે રાષ્ટ્રીય સ્વંય સંઘની શાખાઓ દેશમાં ફરી ધમધમતી થઈ છે.