ETV Bharat / state

રાજકોટમાં ડૉક્ટરે કોરોના સારવારની માન્યતા ન હોવા છતાં દર્દીની શરૂ કરી સારવાર - Nanavati Chowk, Rajkot

રાજકોટના એક ડૉક્ટર દ્વારા કોરોના દર્દીઓ પાસેથી લૂંટ ચલાવવામાં આવી રહી હતી અને તેની પાસે કોરોના દાર્દીની સારવાર માટેની માન્યતા પણ ન હતી. જેની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચેને જાણ થતા 3 શખ્સની ધરપકડ કરી હતી.

રાજકોટમાં એક ડૉક્ટરે કોરોના સારવારની માન્યતા ન હોવા છતાં દર્દીની શરૂ કરી સારવાર

author img

By

Published : Sep 30, 2020, 10:19 AM IST

રાજકોટઃ એક તરફ કોરોના બેકાબૂ બન્યો છે. જ્યારે બીજી તરફ કોરોનાના દર્દીઓ લૂંટાઈ રહ્યાનું પણ સામે આવી રહ્યું છે. આવી જ વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક કળશ એપાર્ટમેન્ટના ચોથા માળે 401 નંબરના ફ્લેટમાં રહેતા તુષાર ગાંડુભાઈ ભેંસદડીયાના માતા જેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી.

જેમાં રાજકોટના નાણાવટી ચોક નજીક આવેલા શુભમ ક્લિનિકના બે.એચ.એમ.એસ ડૉક્ટર દિપક ગઢિયા સારવાર માટે ઘરે આવતા હતા. જેની સારવારના ડૉક્ટર દિપક દ્વારા રૂપિયા 30 હજાર લેવામાં આવ્યા હતા. આ સારવાર દરમિયાન કોરોના દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શન આપવાની પણ જરૂર પડી હતી, ત્યારે ડૉક્ટર દ્વારા આ ઇન્જેક્શન પણ આપવામાં આવતા હતા અને તેના દર્દી એક ઇન્જેક્શન દીઠ રૂપિયા 7 હજાર લેવામાં આવતા હતા.

આ સમગ્ર મામલાની જાણ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને થતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દર્દીના ઘરે છટકું ગોઠવામાં આવ્યું હતું અને જેવો જ ડૉક્ટર દિપક ગઢિયા દર્દીને તપાસવા માટે તુષારના ઘરે આવ્યો હતો. તે દરમિયાન દર્દીને તપાસ્યા બાદ આ દર્દીના સગાને રેમડેસિવિર ઇન્જેક્શન બતાડીને રૂપિયા 7 હજારની માગ કરી હતી. કોવિડ દર્દીના સંબંધી દ્વારા પણ ડૉક્ટરને ઇન્જેક્શનના પૈસા આપવામાં આવ્યા હતા.

તે દરમિયાન પોલીસે આ ડૉક્ટરની ધરપકડ કરી હતી. ડૉક્ટર દિપક ગઢયાની ધરપકડ બાદ ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, પૂર્વે પણ આ જ દર્દીને બે રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. જેના એક ઇન્જેક્શન દીઠ રૂપયા 7 હજાર લેવામાં આવ્યા હતા આમ ડૉક્ટર દ્વારા રૂપિયા 14 હજાર પડાવામાં આવ્યા છે.

આ ઉપરાંત ડૉક્ટરની પૂછપચ્છમાં સામે આવ્યું હતું કે, તે આ ઇન્જેક્શન મુકેશભાઈ ભીખુભાઇ રાઠોડ કે, જેઓ નીલકંઠ કોવિડ હોસ્પિટલમાં મેડીકલ સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે તેમને નીલકંઠ મેડિકલમાં નોકરી કરતા પંકજ દોમળિયા પાસેથી અપાવ્યું હતું. જેને લઈને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય શખ્સોની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ ગુનામાં ઝડપાયેલા ડૉક્ટર દિપક દેવરાજ ગઢિયા માત્ર BHMSની જ ડીગ્રી ધરાવે છે. તેમજ કોરોના દર્દીની સારવારની કોઈપણ માન્યતા વગર જ કોરોના સંક્રમિત દર્દીઓને આર્થિક લાભ માટે લૂંટતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.