- રાજકોટમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે
- રાજકોટમાં કોરનાનો કહેર 24 કલાકમાં 8 દર્દીના મોત
- ગુરૂવારના રોજ કોરોનાથી 6 દર્દીના મોત થયા હતા
રાજકોટઃ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે કોરોનાથી થતા મોતના આકડામાં પણ વધારો જોવા માળી રહ્યો છે. રાજકોટ શહેરમાં 24 કલાકમાં 8 દર્દીના મોત નિપજ્યા છે. કોરોનાના મોતનો નિર્ણય ડેથ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે ગુરૂવારના રોજ કોરોનાથી 6 દર્દીના મોત થયા હતા, ત્યારે કોરોનાના કેસથી મોતનો આંકડો વધતા આરોગ્ય વિભાગ મુશ્કેલીમાં મૂકાયું છે.
- આપણ વાંચોઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં કોરોનાથી 6 દર્દીના મોત થયા
રાજકોટમાં કોરોના દિનપ્રતિ દિન 40 થી 50 દર્દીનો ઉમેરો જોવા મળે છે.
રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1800ને પાર છે. તેમજ શહેરની હોસ્પિટલમાં 624 દર્દી સારવાર હેઠળ છે. ગઈકાલે 90 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેમજ હાલ 370 દર્દી હોમ આઇસોલેશન હેઠળ છે. રાજકોટ સિવિલમાં 10 દિવસ પહેલા 60 દર્દી દાખલ હતા. હાલ 200થી વધુ દર્દી દાખલ છે, ત્યારે દિનપ્રતિ દિન 40થી 50 દર્દીનો ઉમેરો જોવા મળે છે.
- આપણ વાંચોઃ SSGના 40 આરોગ્ય કર્મી અને 12 ડૉક્ટર્સને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ઓક્સિજનની જરૂર પડીશે તે દર્દીને સમરસ હોસ્ટેલમાં શિફ્ટ કરાશે
રાજકોટમાં કોરોના કેસની સંખ્યા વધતા શુક્રવારથી જ સમરસ અને કેન્સર હોસ્પિટલમાં દર્દીઓ દાખલ કરાશે. જે દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત છે. તેમને સમરસ હોસ્ટેલમાં શિફ્ટ કરવામાં આવશે.