રાજકોટ: રાજકોટ જિલ્લાનું ગોંડલ શહેર કોરોનાનું હોટસ્પોટ સેન્ટર બન્યું છે. આરોગ્ય સચિવે બુધવારે ગોંડલ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ગોંડલ શહેર અને ગ્રામ્યમાં ગુરૂવારે સવારથી સાંજ સુધીમાં કોરોનાના 49 પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમજ 2 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે.
ગોંડલના મામલતદાર ભરત ચુડાસમાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે, ત્યારે ગોંડલ શહેર અને ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 1030 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 606 દર્દીઓએ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં 62 વ્યક્તિના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. હાલ 151 વ્યક્તિ હોમઆઇસોલેટમાં છે તેમજ હાલ 362 લોકોની સારવાર ચાલુ છે. કોરોનાના કેસને લઈને તંત્ર પણ હરકતમાં આવ્યું છે.