રાજકોટ : લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સનું ગોંડલ પોલીસ દ્વારા કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે જૂનાગઢથી દાહોદ તરફ 26 શ્રમિકોને લઈ જઈ રહેલી ક્રુઝને પોલીસે અટકાવી કાર્યવાહી હાથ ધરી હતી.
ગોંડલ સીટી પીઆઇ રામાનુજ અને પોલીસ તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. પોલીસ પેટ્રોલીંગ દરમિયાન હાઇવે પર એક ક્રુઝ જીપમાં 26 શ્રમિકો ભરેલા હોવાનું જણાતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી. જે બાદ ક્રુઝમાં મુસાફરી કરી રહેલા સ્ત્રી પુરૂષ અને નાના બાળકો સહિતને ગોંડલ આશાપુરા ચોકડી પાસે સેન્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પ્રાંત અધિકારી લીમખેડા દાહોદ દ્વારા ડ્રાયવર સહિત 18 મુસાફરોની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ 26 મુસાફરો બેસાડવામાં આવ્યા હતા.