- રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા મજૂરોનો કોરોના ટેસ્ટ કરાયો
- રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ કર્યો કોરોના ટેસ્ટ
- રાજકોટમાં કોરોનાની ચેઈન તોડવા આરોગ્ય શાખાની કામગીરી
- 232 લોકોનું સ્ક્રિનિંગ, 188નું ટેસ્ટિંગ થયું, 4 કોરોના પોઝિટિવ
રાજકોટઃ આજના કેમ્પમાં કુલ 232 લોકોના સ્ક્રિનિંગ અને 188 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા, જેમાંથી 4 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને મનપાની ટીમ દ્વારા હોમ કવોરન્ટાઈન કરવામાં આવશે તેમજ હેલ્થ ચેકઅપ બાદ 228 લોકોને હેલ્થ કાર્ડ પણ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. માર્કેટિંગ યાર્ડ ખાતે નિયમિત લોકો પોતાની સામગ્રી લેવા જતા હોય છે. શાકભાજી તેમ જ કરિયાણાના વેપારીઓનું તેમ જ મજૂરી કામ કરાતા શ્રમિકોનું હેલ્થ ચેકઅપ કરવાથી કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવી શકાય છે.