રાજકોટ જગવિખ્યાત સંત જલારામ બાપાની 31 ઓક્ટોબર 223મી જન્મ જયંતિ છે. ત્યારે વીરપુરમાં જલારામ બાપા મંદિર ( Virpur Jalaram Bapa Temple )માં આ જન્મ જયંતિની ( 223rd Birth Anniversary of Jalaram Bapa ) ઉજવણી કરવા અને તેમાં શામેલ થવા સુરતના ગભેણી ગામેથી 50 થી 60 જેટલા યુવાનો સાયકલ લઈને વીરપુર આવી ( Surat to Virpur Cycle Yatra ) પહોંચ્યા છે.જલારામ બાપાના ભક્તો દેશવિદેશમાં છે ત્યારે જન્મ જયંતિની ઉજવણી આ વર્ષે ધામધૂમથી કરવાને લઇને ઉત્સાહ છે.
470 કિમિ જેટલું અંતર કાપીને વીરપુર આવી પહોંચ્યા જલારામ બાપાની 223મી જન્મ જયંતિના ( 223rd Birth Anniversary of Jalaram Bapa ) ઉપલક્ષમાં યાત્રાળુઓ દેશવિદેશ તેમજ દૂરદૂરથી પોતાની આસ્થા સાથે વીરપુર જલારામ બાપાના દર્શન કરવા માટે વીરપુર આવી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના ગભેણી ગામેથી 50 જેટલા યુવાનો સાયકલ લઈને 470 કિમિ જેટલું અંતર કાપીને વીરપુર ( Surat to Virpur Cycle Yatra )આવી પહોંચ્યા હતાં.સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સંત સીરોમણી શ્રી જલારામ બાપા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તો અને શ્રદ્ધાળુઓ સાયકલ લઈને વીરપુર આવેલા આ યુવાનો 25 ઓક્ટોબરના રોજ સુરતથી સાયકલ યાત્રા શરૂ કરી હતી. ત્યારે શનિવારે આ સાયકલ યાત્રા વીરપુર આવી પહોંચી હતી.
કોઇ મુશ્કેલી પડી નથી સુરતથી 470 કિમિ જેટલું અંતર કાપીને વીરપુર આવેલા ( Surat to Virpur Cycle Yatra )અનમોલભાઈએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ 470 કિમિ દૂરથી વીરપુર આવતા હતાં ત્યારે આ સાયકલ યાત્રા દરમિયાન તેઓને રસ્તામાં પણ કોઈપણ જાતની તકલીફો પડી કે મુશ્કેલીઓ પણ વેઠવી નથી પડીં દરરોજના 100 થી 150 કિમીનું અંતર સાયકલ પર કાપી અને જય જલારામના નાદ સાથે તેવો હાલ વીરપુર પહોંચીને પૂજ્ય જલાબાપાની 223મી જન્મ જયંતી 31 ઓક્ટોબરના દિવસે ( 223rd Birth Anniversary of Jalaram Bapa ) ધામધૂમથી ઉજવી જલાબાપાના દર્શન કરીને પોતાના વતન સુરત પાછા ફરશે અને ધન્યતા અનુભવશે તેવું જણાવ્યું છે.