ETV Bharat / state

Rajkot Crime: રાજકોટના લોકમેળામાં 2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ - 2 વર્ષની બાળકી સાથે બળાત્કાર

રાજકોટના લોકમેળામાં એક 2 વર્ષની બાળકી સાથે બળાત્કારની ઘટના સામે આવી છે. બાળકીના પરિવારના નજીકના જ વ્યક્તિએ બાળકી પર બળાત્કાર કર્યો હતો. બાળકીના ગુપ્તભાગમાંથી લોહી નીકળતાં પરિવારે આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

2 વર્ષની બાળકી સાથે બળાત્કાર
2 વર્ષની બાળકી સાથે બળાત્કાર
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 10, 2023, 3:39 PM IST

2 વર્ષની બાળકી સાથે બળાત્કાર

રાજકોટ: જન્માષ્ટમી દરમિયાન રાજકોટના લોકમેળામાં એક 2 વર્ષની બાળકી સાથે બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં બાળકીના પરિવારના નજીકના જ વ્યક્તિએ તેની સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે. સમગ્ર મામલે રાજકોટ પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ કૃત્ય કરનાર આરોપીને પોલીસે પકડી પાડયો છે.

'ગત તારીખ 8ના રોજ લોકમેળો શરૂ હતો તે દરમિયાન રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી માત્રામાં લોકો મેળો માણવા માટે આવ્યા હતા. સાંજના 7 વાગ્યાની આસપાસ આ ગુન્હામાં ફરિયાદી મહિલાની અંદાજિત 2 વર્ષની પુત્રી સહિતના પરિવારજનો સાથે મેળો માણવા માટે આવ્યા હતા. ત્યારે પરિવાર મેળાની મજા માણી રહ્યો હતો અને અલગ અલગ રાઇડર્સમાં બેસી રહ્યો હતો પરંતુ બે વર્ષની બાળકી રાઇડર્સમાં બેસી ન શકે તે માટે મહિલાએ પોતાના જાણીતા પરિવારજનોના પુરુષને આ બાળકી સાચવવા માટે આપી હતી. ત્યારે તેની સાથે આ શખ્સ દ્વારા કુકર્મ કરવામાં આવ્યું હતું.' - ભાર્ગવ પંડ્યા, ACP

બાળકી સારવાર હેઠળ: એસીપીએ વધુમાં જણાવ્યું હતું કે બાળકી સાથે બળાત્કાર થયા બાદ તેના ગુપ્તભાગમાંથી લોહી નીકળતું હતું. જેને લઇને આ બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યારે ડોકટર દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે બાળકી સાથે દુષ્કર્મ થયાનું સામે આવ્યું હતું. આ ઘટના મામલે પ્રદ્યુમ્નનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. પોલીસે બળાત્કાર કરનાર આરોપીને પકડી પાડયો છે અને હાલ આ મામલે વધુ કાર્યવાહી શરૂ છે. બાળકીને હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ રાખવામાં આવી છે.

  1. Surat Crime: સુરતમાં 13 વર્ષની કિશોરી ઉપર વિધવા માતાના પ્રેમી દ્વારા બળાત્કાર
  2. Surat Crime : સુરતમાં પરણિત યુવકે સગીરાને ગર્ભવતી બનાવી, આરોપી એક બાળકનો પિતા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.