રાજકોટ : રેન્જ આઇજી સંદીપ સિંહની સૂચના હેઠળ રાજકોટ આર.આર. સેલની ટીમે પીએસઆઈ વી.બી. ચૌહાણની આગેવાની હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાંથી ગેરકાયદેસર ખનનની પ્રવૃતિ કરતા આશરે અઢી કરોડના વાહનો સહિત જમીન માલિક અને 8 લોકોની ધરપકડ કરી હતી.
જેમાં પોલીસે વાલાભાઇ કુલજીભાઇ પરમાર, ભાવેશભાઇ ગોવાભાઇ સુવા, રમેશભાઇ ભીખાભાઇ કરંગીયા, હમીરભાઇ નગાભાઇ કાંબરીયા, મારખીભાઇ નેભાભાઇ બેલા, રતનજીભાઇ હમીરભાઇ મોરી, ધાધાભા રાયમલભા સહિત તમામની ધરપકડ કરી કરોડો રૂપિયાની ખનીજ ખનનની હેરાફેરી કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટની આર.આર. સેલે અત્યાર સુધીની સૌથી મોટી ખનીજ ચોરીની પોલ ખોલી છે. જેમાં અંદાજે 14.42 કરોડની ઐતિહાસિક ખનીજચોરી ઝડપી પાડી છે.