રાજકોટની વિવિધ વિસ્તારમાં કુલ 50 કરતા વધુ બિલ્ડીંગમાં GPSCની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તમામ બિલ્ડીંગની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ સાથે જ કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે CCTV કેમેરા પણ લગાડીને ચેક કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની નોકરી માટે પરીક્ષા યોજાયા બાદ કેટલાક જિલ્લાઓમાં પેપર ફૂટવા અથવા પરીક્ષામાં ગેરરીતિ થયાના આક્ષેપો થાય છે.
આજે યોજાયેલી પરીક્ષા દરમિયાન રાજકોટમાં કોઈ ગેરરીતિ ન થાય અને વિદ્યાર્થીઓ સારા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.