રાજકોટઃ કોરોના વાઇરસે આખા વિશ્વને ભરડામાં લીધો છે. જેને લાઈને ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે હાલ લોકડાઉનનો 4થો તબક્કો શરૂ છે. જેમાં કેટલાક જિલ્લાઓમાં જ્યાં કોરોનાના પોઝિટિવ કેસ ઓછા આવ્યા છે. તે જિલ્લાઓમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે.
આ છૂટછાટનો કેટલાક ગુન્હેગારો લાભ લઈને છાનેખૂણે ક્યાંક ગુન્હાહિત પ્રવૃતિ અચરતા નજરે પડી રહ્યા છે. આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. જ્યાં 12 જેટલા ઈસમો જુગાર રમતા ઝડપાયા છે. રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ મથક વિસ્તારમાં આવેલા કીટીપરા આવાસ યોજના ક્વાર્ટર નજીક આવેલા પાણીના ટાંકા નજીક કેટલાક ઈસમો જાહેરમાં જ ઘોડિપાસા વડે જુગાર રમતા હોવાની પોલીસને ખાનગી બાતમી મળી હતી. જેને લઈને પોલીસે અહીં દરોડો પાડતા 12 જેટલા ઈસમો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. આ તમામ લોકોની પોલીસે અટકાયત કરી વધુ કાર્યવાહી હાથધરી છે.