- કુલ 9,60,551 મતદારો માટે 1146 મતદાન મથકો ઉભા કરાશે
- ચૂંટણી તંત્ર દ્વારા સઘન કામગીરી કરાઈ
- મતદારોએ ચૂંટણીની પ્રક્રિયાના પાયાના ઘટકો
રાજકોટ: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ફેબ્રુઆરી- 2021માં યોજાનારી રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીની તૈયારીઓ માટે ચૂંટણી તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે તમામ પક્ષના ઉમેદવારો પણ પંચાયતની ચૂંટણીને લઈને પ્રચારપ્રસારમાં લાગ્યા છે. જ્યારે આગામી દિવસોમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાનારી છે. જેને લઈને ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
જિલ્લાના કુલ 9,60,551 મતદારો નોંધાયા
મતદારોએ ચૂંટણીની પ્રક્રિયાના પાયાના ઘટકો છે. જિલ્લાના કુલ 9,60,551 મતદારો મતદાનની પવિત્ર ફરજ બજાવશે. જે અન્વયે કુલ 5,03,070 પુરૂષો અને 4,57,479 જેટલા સ્ત્રી મતદારો નોંધાયેલા છે. રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો છે. મતદારો શાંતિપૂર્ણ અને સલામત રીતે મતદાન કરી શકે તે માટે મતદાન માટે કુલ 1,146 મતદાન મથકો ઉભા કરવામાં આવશે.
EVMમાં ખામી સર્જાય તો, 10 ટકા રિઝર્વ EVM
આ સાથે જ ચાલુ મતદાન દરમ્યાન EVMમાં કોઈ ટેકનિકલ સમસ્યા સર્જાય તેવા સંજોગોને ધ્યાનમાં લઈને 10 ટકા રિઝર્વ EVM સહીત 2675 બેલેટ અને કંટ્રોલ યુનિટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયામાં 7102 વ્યક્તિઓનો પોલીંગ સ્ટાફ, 1218 વ્યક્તિઓનો પોલીસનો સ્ટાફ, 8 રીટર્નિંગ ઓફીસરો, 22 આસી.રીટર્નિંગ ઓફિસરો સહિતના કર્મચારીઓ ફરજ બજાવશે.