- દેશમાં બેરોજગારીમાં થયો વધારો
- સરકાર દ્વારા ભરતીઓ ન કરાતી હોવાનો આક્ષેપ
- ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરી યુથ કોંગ્રેસે સૂત્રોચાર કર્યાં
પોરબંદરઃ દેશમાં બેરોજગારી દિનપ્રતિદિન વધતી જાય છે, ત્યારે અનેક યુવાનો નોકરી ગુમાવી બેઠા છે અને હાલમાં દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઇને પોરબંદર યુથ કોંગ્રેસ દ્વારા સુદામા ચોકથી રેલી યોજવામાં આવી હતી. આ રેલી કમલાબાગ પહોંચે તે પહેલાં જ પોલીસે યુથ કોંગ્રેસના પ્રમુખ સહિત 11 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
અનેક સરકારી જગ્યાઓ ખાલી હોવા છતાં સરકાર ભરતી નથી કરતી
આ અંગે યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમારે જણાવ્યું હતું કે, સરકાર કહીને ભૂલી જવા વાળી સરકાર છે. 7 વર્ષ થવા છતાં અનેક સરકારી વિભાગોમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી પડી છે. આમ છતાં નોકરી આપવાનું આયોજન નથી કર્યું, ત્યારે આજે શુક્રવારે પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા વધતી જતી બેરોજગારી માટે સરકાર તાત્કાલિક પગલાં ભરે તે હેતુસર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે યુથ કોંગ્રેસના પ્રમુખ સહિત 11 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.