ETV Bharat / state

પોરબંદરમાં વિશ્વ એઈડ્સ દિવસની કરાઈ ઉજવણી - Panchayat meeting room Parobandar

વિશ્વભરમાં 1 ડિસેમ્બર વિશ્વ એઇડસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આ દિવસે HIV એઇડસ સાથે કામ કરતા તેમજ HIV એઇડસ અટકાવવામાં કાર્યરત વ્યક્તિ અને સંસ્થાઓને બિરદાવવામાં આવે છે, ત્યારે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પોરબંદર શાખા દ્વારા પણ આવા વ્યક્તિઓ અને સંસ્થાઓને જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે બિરદાવવામાં આવ્યા હતા.

પોરબંદરમાં વિશ્વ એઈડ્સ દિવસની કરાઈ ઉજવણી

author img

By

Published : Dec 1, 2020, 10:29 PM IST

  • પોરબંદરમાં વિશ્વ એઈડ્સ દિવસની કરાઈ ઉજવણી
  • એઈડ્સ અટકાવવા મદદ રૂપ થતી સંસ્થાઓ અને વ્યક્તિઓને કરાયા સન્માનિત
  • એઈડ્સ ભયાનક રોગ નથી, તેમાંથી બચી શકાય છે

પોરબંદર: વિશ્વભરમાં 1 ડિસેમ્બર વિશ્વ એઇડસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આ દિવસે HIV એઇડસ સાથે કામ કરતા તેમજ HIV એઇડસ અટકાવવામાં કાર્યરત વ્યક્તિ અને સંસ્થાઓને બિરદાવવામાં આવે છે, ત્યારે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પોરબંદર શાખા દ્વારા પણ આવા વ્યક્તિઓ અને સંસ્થાઓને જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે બિરદાવવામાં આવ્યા હતા.

પોરબંદરમાં વિશ્વ એઈડ્સ દિવસની કરાઈ ઉજવણી
પોરબંદરમાં વિશ્વ એઈડ્સ દિવસની કરાઈ ઉજવણી

એઈડ્સ અટકાવવા મદદ રૂપ થતી સંસ્થાઓ અને વ્યક્તિઓને કરાયા સન્માનિત

રેડ ક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખા દ્વારા ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસરના સાથ સહકારથી તારીખ 1 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગ્યે જિલ્લા પંચાયતના સભાગૃહમાં પોરબંદર જિલ્લા કલેક્ટર ડી એન મોદીના અધ્યક્ષ સ્થાને તથા મુખ્ય મહેમાન જિલ્લા વિકાસ અધિકારી વી કે અડવાણીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા HIV એઇડસ અટકાવવામાં ઉપયોગી વ્યક્તિઓને સંસ્થાને સન્માન પત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા. જેમાં પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ, રામ બ્લડબેન્ક ,આશા બ્લડ બેન્ક, સી એચ સી કુતિયાણા, સી એચ સી માધવપુર, સી એચ સી અડવાણા, સી એચ સી રાણાવાવ, વિહાન સેન્ટર પોરબંદર, ડિસ્ટ્રિક્ટ એઈડ્સ પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ વિભાગને સન્માન પત્ર પાઠવ્યા હતા.

ઉપરાંત કાર્યક્રમમાં રેડ ક્રોસ સોસાયટીના ઇતિહાસ સહિત એચઆઇવી એઇડ્સ અટકાયતની કામગીરીમાં પોરબંદરના વ્યક્તિઓ અને સંસ્થાઓના કાર્ય અંગે માહિતી તથા આવનારા દિવસોમાં વધુ સારું પરિણામ આવે અને એઇડસ જેવા રોગોથી લોકો બચે તેવા જાગૃતિના કાર્યક્રમ વધુને વધુ થાય તે માટે પ્રોત્સાહન અપ્યું હતું.

કાર્યક્રમમાં અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર શાખાના પ્રેસિડેન્ટ તથા જિલ્લા કલેક્ટર ડી એમ મોદી અને જિલ્લા વિકાસ અધિકારી વી કે અડવાણી તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન સી જોષી તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી અકબર ભાઈ સોરઠીયા તથા ઉપપ્રમુખ ડૉ.જનક પંડિત જિલ્લા ક્ષય અધિકારી ડૉ. સીમાબેન પોપટિયા તથા ICTC ના નોડલ ઓફિસર ડૉ.લિઝા ધામેલીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.