પોરબંદરઃ જિલ્લામાં લોકોની સલામતી જળવાઇ રહે તે માટે અને અસામાજીક તત્વો દ્વારા ગુનાહિત કૃત્યોમાં હથિયાર ચપ્પુ, લાઠી, દંડા, પાઇપ, સળિયા જેવા સાધનોનો ઉપયોગ ન થાય તે માટે હથિયાર બંધિનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા પોલીસ અધિક્ષક દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી.
આ દરખાસ્ત સાથે પોરબંદરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેશ. એમ. તન્નાએ પર્વતમાન સ્થિતિ સંદર્ભે સમગ્ર જિલ્લામાં કાયદો વ્યવસ્થા અને જાહેર સુલેહ શાંતિ જાળવવા તા.30-9 થી તા.28-10 સુધી હથિયાર બંધી ફરમાવી છે.