- સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું 2 માર્ચના રોજ પરિણામ
- પોરબંદર જિલ્લામાં 299 ઉમેદવારોના ભાવિ નક્કી થશે
- પોરબંદર જિલ્લામાં 4 સ્થળોએ મતગણતરી કરાશે
પોરબંદર : જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 28 ફેબ્રુઆરીના રોજ યોજાઈ ગઈ અને હવે 2 માર્ચના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મત ગણતરીનો કાર્યક્રમ યોજાશે, ત્યારે પોરબંદર જિલ્લામાં 4 સ્થળોએ ચૂંટણી તંત્ર દ્વારા મત ગણતરી યોજાશે.
પોરબંદર જિલ્લામાં થયેલા મતદાનની ટકાવારી
- પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકામાં 40.58 ટકા મતદાન
- પોરબંદર જિલ્લા પંચાયતમાં 60.29 ટકા મતદાન
- પોરબંદર તાલુકા પંચાયતમાં 60.50 ટકા મતદાન
- રાણાવાવ તાલુકા પંચાયતમાં 58.12 ટકા મતદાન
- કુતીયાણા તાલુકા પંચાયતમાં 61.71 ટકા મતદાન
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો 2 માર્ચના રોજ જાહેર થશે
પોરબંદર જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો 2 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. જે માટે 4 સ્થળો પર મત ગણતરી યોજાશે.

4 સ્થળો પર મત ગણતરી યોજાશે
- માધવાણી કોલેજ - પોરબંદર જિલ્લા પંચાયત, પોરબંદર તાલુકો અને પોરબંદર તાલુકા પંચાયતની મત ગણતરી
- વિનયન કોલેજ રાણાવાવ - પોરબંદર જિલ્લા પંચાયત, રાણાવાવ તાલુકો તથા તાલુકા પંચાયત રાણાવાવ તાલુકાની મત ગણતરી
- સરકારી હાઈસ્કુલ- જિલ્લા પંચાયત, કુતિયાણા તાલુકો તથા તાલુકા પંચાયત, ઠાસરા તાલુકાની મત ગણતરી
- સરકારી પોલિટેકનિક પોરબંદર - પોરબંદર છાયા નગરપાલિકા મતવિસ્તારની મત ગણતરી
મત ગણતરી માટે નગરપાલિકામાં 99, પોરબંદર તાલુકામાં 156, રાણાવાવ તાલુકામાં 100, કુતિયાણા તાલુકામાં 100 સરકારી કર્મચારી એમ કુલ મળીને 455 કર્મચારીઓ મત ગણતરીમાં જોડાશે, તો શાંતિપૂર્ણ રીતે મત ગણતરી થાય તેમાટે પૂરતો પોલીસ સ્ટાફ પણ પૂરો પાડવામાં આવ્યો છે.
તાલુકા/જિલ્લા પંચાયત/નગરપાલિકા | બેઠક | ઉમેદવાર |
---|---|---|
પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા | 51 | 131 |
પોરબંદર જિલ્લા પંચાયત | 18 | 40 |
પોરબંદર તાલુકા પંચાયત | 22 | 54 |
રાણાવાવ તાલુકા પંચાયત | 16 | 41 |
કુતિયાણા તાલુકા પંચાયત | 16 | 33 |
પોરબંદરમાં કુલ 299 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે
પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાની વાત કરીએ તો 51 બેઠક માટે 131 ઉમેદવારો, પોરબંદર જિલ્લા પંચાયતમાં 18 બેઠક માટે 40 ઉમેદવારો, પોરબંદર તાલુકા પંચાયતમાં 22 બેઠક માટે 54 ઉમેદવારો, રાણાવાવ તાલુકા પંચાયતમાં 16 બેઠક માટે 41 ઉમેદવારો, કુતિયાણા તાલુકા પંચાયતમાં 16 બેઠક માટે 33 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જેમનું ભાવિ 2 માર્ચના રોજ યોજાનારી મત ગણતરી બાદ નક્કી થશે.
પોરબંદરમાં પક્ષ મુજબ ઉમેદવારો
- BJP -124
- કોંગ્રેસ - 124
- BSP - 18
- AAP- 18
- અપક્ષ - 15