- પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામમાં ગ્રામજનોએ કર્યું લૉકડાઉન
- કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે ગ્રામજનોએ સામૂહિક નિર્ણય કર્યો
- સવારે 6થી 10 અને સાંજે 5થી 9 વાગ્યા સુધી દુકાનો ખૂલ્લી રહેશે
આ પણ વાંચોઃ ભાવનગરના પરપ્રાંતીય શ્રમિકોની એક જ માગઃ લૉકડાઉન લગાવો તો સમય આપજો
પોરબંદરઃ ગુજરાતમાં કોરોનાના કેસ અને મૃત્યુદર વધી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં આવેલા વિસાવાડા ગામના લોકોએ સ્વૈચ્છીક લૉકડાઉનનો નિર્ણય કર્યો છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી ગામમાં સવારે 6થી 10 અને સાંજે 5થી 9 વાગ્યા સુધી જ દુકાનો ખૂલ્લી રાખવામાં આવશે. આ સાથે જ ટોળા વળીને ભેગા ન થવા લોકોને અપીલ કરાઈ છે.
આ પણ વાંચોઃ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 30 એપ્રિલ સુધી આંશિક લૉકડાઉન
જીવન જરૂરૂ સમાન લેવા દુકાનો અમુક સમય માટે ખૂલ્લી રખાશે
પોરબંદરના વિસાવાડા ગામના આગેવાનોએ નિર્ણય લીધો છે કે, લૉકડાઉન સમયે લોકોને જીવન જરૂરી સામાન લેવા મુશ્કેલી ન સર્જાય તે માટે ગામની દુકાનો સવારે 6થી 10 અને સાંજે 5થી 9 વાગ્યા સુધી ખૂલી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લોકોને ટોળા સ્વરૂપે એકત્રિત ન થવા પણ સૂચના આપવામાં આવી છે. આ ગામ પરથી અન્ય ગ્રામજનો પણ પ્રેરણા લે તો કોરોનાથી બચી શકાય તેમ છે.