ETV Bharat / state

બાળકોને બેરહમી પૂર્વક માર મારતો વીડિયો વાયરલ, ચોરી કરી હોવાની આશંકા - Viral video

પોરબંદરઃ જિલ્લાના કુછડી ગામે ચોરી કરી રહેલા 2 સગીરોને પકડીને બેફામ માર માર્યાનો વીડિયો 12 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેથી પોરબંદર પોલીસે એસ્ટ્રોસીટી એક્ટ હેઠળ ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી છે.

Viral video
author img

By

Published : Jul 22, 2019, 11:00 PM IST

પોરબંદરના કુછડી ગામે રહેતા બાબુભાઇ ખરા નામના પ્રૌઢે પોલીસ ફરિયાદમાં નોંધાવી છે કે, તેમને પુત્ર અને તેનો મિત્ર હરીશ ઓડેદરા બંને બપોરે 2 વાગ્યાની રીસેશમાં સ્કૂલની વંડી ટપીને બાજુમાં આવેલા વેજાભાઇ કુછડીયાની દુધની ડેરીએ ચોરી કરવા ગયા હતા. જ્યાં બંને કિશોરોને વેજાભાઇએ પકડી લીધા હતા.

વાયરલ વીડિયો

ત્યારબાદ બંનેને ઘરે લઇ જઇ કુતરાને પુરવાના પાંજરામાં પુરી દીધા હતા અને પરબત કુછડીયા, લીલા કેશવાલાએ નાળિયેરના તાલા અને પ્લાસ્ટીકની નળીથી બંનેને ઢોર માર માર્યો હતો. વધુમાં ઇલેક્ટ્રીક શોક આપવાની બીક બતાવી અપશબ્દો બોલ્યા હતા. જે બાદ બંનેને માર મારતો વીડિયો વેજા કુછડીયાએ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.

બાબુભાઈએ પોલીસમાં એસ્ટ્રોસીટી એક્ટ સહિત જુવેનાઇલ જસ્ટીસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Intro:
પોરબંદર ના કુછડી ગામે બે બાળકોને બેરહમી પૂર્વક માર મારતા ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ

પોરબંદર નજીકના કુછડી ગામે ચોરી કરી રહેલા સગીરોને પકડીને બેફામ માર માર્યાના 1ર દિવસ પહેલાનો તેનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાઇરલ કરવામાં આવતા એસ્ટ્રાેસીટી સહિત જુવેનાઇલ જસ્ટીસ એકટ વગેરે કલમો હેઠળ ત્રણ શખ્સો સામે ફરિયાદ નાેંધવામાં આવી છે.
Body:
પોરબંદરના કુછડી ગામે રહેતા બાબુભાઇ પીઠાભાઇ ખરા નામના પ્રાૈઢે એવા પ્રકારની પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, તેઆે છુટક મજુરી કરે છે અને તેનો નાનો પુત્ર મુકેશ કુછડી પે સેન્ટર શાળામાં 8માં ધોરણમાં અભ્યાસ કરે છે, બાબુભાઇ તથા તેમના પત્ની ભાવનાબેન આેડદર ગામે નેશનલ હાઇવેનું કામ ચાલે છે ત્યાં તા. 10/7ના મજુરી કામે ગયા હતા તે દરમિયાન કુછડી પે સેન્ટર શાળામાંથી ફોન આવ્યો હતો કે, ‘તમારો દિકરો મુકેશ ચોરી કરતા પકડાયો છે’ આથી તેઆે અને તેમના પત્ની ગામમાં આવતા પુત્ર એ જણાવ્યું હતું કે , હરીશ ગોગનભાઇ આેડેદરા અને પોતે એમ બે જણા બપોરે ર વાગ્યે રીસેશમાં સ્કુલની વંડી ટપીને બાજુમાં આવેલ વેજાભાઇ જીવાભાઇ કુછડીયાની દુધની ડેરીએ ચોરી કરવા માટે ગયા હતા અને વેજાભાઇએ બન્નેને પકડી લીધા હતા આથી બન્ને ને ઘરે લઇ જઇ, કુતરાને પુરવાના પાંજરામાં પુરી દીધા હતા અને ત્યારબાદ તેમના ઘરે પરબત કારાભાઇ કુછડીયા અને લીલા ખીમાભાઇ કેશવાલા તથા અન્ય બીજા લોકો હતા. પરબતભાઇ અને લીલાભાઇએ નાળિયેરના તાલા (લાકડી) તથા પ્લાસ્ટીકની નળીથી બન્નેના વાંસામાં તથા શરીર ઉપર માર માર્યો હતો તથા ઇલે. શોટ આપવાની બીક બતાવી ગાળ દીધી હતી. આથી ચોરી બાબતે પિતા બાબુભાઇએ પુત્રને ઠપકો આપ્યો હતો અને શરીરે બીજી કોઇ ઇજા નહી હોવાથી સારવારમાં લઇ ન ગયા હતા. ત્યારબાદ એવું જાણવા મળ્યું કે, બન્નેને માર મારતો વિડીયો વેજા જીવાભાઇ કુછડીયાએ સોશ્યલ મીડીયામાં વાઇરલ કર્યો છે આથી એસ્ટ્રાેસીટી એકટ સહિત જુવેનાઇલ જસ્ટીસ એકટની કલમ હેઠળ ગુન્હો નાેંધાવતા પોલીસે ત્રણેય આરોપીઆેની શોધખોળ હાથ ધરી છે.
Conclusion:બે બાળકો ને ઢોર માર મારતો વિડિઓ અન્ય ગામ ના નામે સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં આ વિડિયો છત્રાવા ગામના શિક્ષક હોવાનું લખવામાં આવ્યું હતું પરંતુ હક્કીકત માં આ વિડિઓ કુછડી ગામ નો છે આથી લોકો એ સોસીયલ મીડિયા માં શેર કરતી વખતે ખાસ કાળજી રાખવી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.