પોરબંદર જિલ્લાના ખેડૂત પરબતભાઈએ જણાવ્યું હતું કે, તેઓએ ખેતરમાં તુરિયાનું વાવેતર કર્યું છે. જેમાં ખરેખર મહેનત કરી દર ત્રીજા દિવસે પાણી પીવડાવવું પડે છે અને ઉત્પાદન ઉતારવા માટે મજૂરો પણ રાખવા પડે છે. જેને રુપિયા 1,000 સુધી આપવા પડે છે. પરંતુ તેની સામે બજાર ભાવ ઓછો મળે છે. 45 રૂપિયાના બદલે કિલોગ્રામના માત્ર 10 રૂપિયા જ મળે છે.
જ્યારે પોરબંદર માર્કેટિંગ યાર્ડના વેપારી જીગ્નેશ અટારાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને આ વખતે ખરેખર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભાવમાં સતત ઘટાડાના કારણે વાહન ભાડું પણ ખેડૂતોને મોંઘુ પડે છે.
જ્યારે અન્ય વેપારી સાજણભાઈ કારાવદરાએ જણાવ્યું હતું કે, આ વખતે ભીંડાના 10, રીંગણાના 5, ગુવારના 12, કારેલાના 15, તુરિયાના 15, મરચાના 15 અને દૂધીના માત્ર કિલોગ્રામે 2 રૂપિયા મળી રહ્યા છે. જે ગત ઉનાળા કરતા ખરેખર ઓછા છે. તો ઘણીવાર શાકભાજી વધારે હોય અને વેચાણ ન થાય તો તે શાકભાજી ગૌ શાળામાં જવા દેવામાં આવે છે.