શ્રી સાહેલી ગ્રામ્ય વિકાસ સંસ્થાન ટ્રસ્ટ બગવદર દ્વારા મહાત્માગાંધીજીની 150મી જન્મ જયંતી અંતર્ગત નશાબંધી સપ્તાહની પૂર્ણાહુતિ તેમજ સાહેલી સખી મડંળ વેલકમ નવરાત્રી મહોત્સવ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો આરંભ દિપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. સાહેલી નશાબંધી સંસ્કાર કેન્દ્રના બાળકો દ્વારા વ્યસનમુક્તિને સમર્થન આપતો મણિયારો રાસ તમામના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તેમજ સ્વચ્છ ભારત મિશનને સમર્થન કરતું નાટક સ્વચ્છ ભારત અને 'વ્યસન નોતરે વિનાશ' નાટક સાહેલી સ્કૂલના બાળકોએ રજૂ કર્યું હતું. ઉપરાંત દારૂના દૈત્યના દહનથી વ્યસન મુક્તિની ઝુંબેશને સમર્થન આપવામાં આવ્યું હતું અને લોકોમાં 'વ્યસન નોતરે વિનાશ' વિષય અંતર્ગત લોક જાગૃતિ કેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે બાળકો અને વાલીઓને નશો ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી નશાના નુકસાન અંગે સમજણ આપી હતી. સાથે 'સુરક્ષા સેતુ કાર્યક્રમ' અંતર્ગત સાહેલી ટ્રસ્ટના કર્મચારીઓને સંસ્થા દ્રારા બાઇક હેલ્મેટ આપવામાં આવ્યા હતા. ગત 25 વર્ષથી કાર્યરત સાહેલી સખી મડંળની નવરાત્રીમા બગવદર અને આસ-પાસના 15 જેટલા ગામોની બહેનો નવરાત્રીમાં માઁની આરાધના કરવામાં આવે છે.
સા સમગ્ર કાર્યક્રમમા ભાગ લેનારા બાળકો તેમજ બહેનોને સાહેલી સંસ્થાના પ્રમુખ નિતાબેન વોરાએ પુરસ્કાર સ્વરૂપે ઇનામનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી ખાતા પોરબંદરના અધિક્ષક પી.આર.ગોહિલ સાહેબ, ડૉ.ચેતનાબેન તિવારી (નશા બંધી બોર્ડ મેમ્બર ), મહેશ ભાઇ રુપારેલીયા(સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ગ્રુપ ના ટ્રસ્ટી), નિર્મળા બેન કરિયા(સમાજ સેવીકા), વેજાભાઇ ઓડેદરા(મહેર અગ્રણી), દેવાભાઇ ઓડેદરા( ઉપ-સરપંચ, બગવદરા) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન સાહેલી સંસ્થાના પ્રમુખ નીતાબેન વોરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંકલન સાહેલી નશાબંધી સંસ્કાર કેન્દ્રના સંચાલક રાજેશભાઈ મોઢા, કૅમ્પસ ડાયરેક્ટર મનીષ ભાઈ દવે અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.