ETV Bharat / state

અનલોક-1ઃ પોરબંદરથી ગ્રાઉન્ડ રિપોર્ટ

લોકડાઉન પુર્ણ થયા બાદ હવે અનલોક-1ની શરૂઆત થઈ છે, ત્યારે ગ્રીન ઝોનમાં રહેલા પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી બેના મૃત્યુ થયા છે તથા ભાવસિંહજી હોસ્પિટલમાં આઈસોલેસન વિભાગમાં ફુલ 4 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

Ground report from Porbandar
અનલોક-1ઃ પોરબંદરથી ગ્રાઉન્ડ રીપોર્ટ
author img

By

Published : Jun 5, 2020, 1:36 PM IST

પોરબંદરઃ લોકડાઉનના સમયથી જ શહેરની શાક માર્કેટ બંધ કરવામાં આવી હતી અને અન્ય સ્થળોમાં રસ્તા ઉપર શાકભાજી વેચવાની છુટ આપવામાં આવી હતી. પરંતુ હાલ તેની સમસ્યા વિકટ બની છે અને રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાય છે. શાક માર્કેટના વેપારીઓએ માગ કરી હતી કે, સોશિયલ ડિસ્ટન્ટ સહિતના નિયમોનું પાલનની સાથે તેઓ માર્કેટમાં શાકભાજી વેચવાની મંજૂરી આપવામાં આવે અને શાક માર્કેટ ખુલ્લી રાખવામાં આવે તો ગ્રાહકોનું અને વેપારીઓનું હિત જળવાઈ રહે.

અનલોક-1ઃ પોરબંદરથી ગ્રાઉન્ડ રીપોર્ટ
આ ઉપરાંત તાજેતરમાં નિસર્ગ વાવાઝોડાનો ખતરો મંડરાયો હતો. પરંતુ વાવાઝોડાએ દિશા બદલી નાખતા પોરબંદર નજીકના બરડા અને ઘેડ પંથકમાં સામાન્ય વરસાદ અને વધુ પવન ફૂંકાયો હતો. જોકે કોઈને નુકસાન થયું ન હતું.પોરબંદર દરિયાઈ સુરક્ષા ક્ષેત્રે આગળ પડતું હોય અને મુંબઈથી નોકરી માટે પોરબંદર આવતા સુરક્ષા જવાનોના બે દિવસમાં ફૂલ 16 જવાનોને કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેઓને જામનગર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે તંત્ર દ્વારા જણાવાયું હતું કે, આ જવાનો મુંબઈથી આવતા હોવાથી ગુજરાત રાજ્ય તથા પોરબંદર જિલ્લાના આંકડાઓમાં કોરોના પોઝિટિવ દર્દીઓ તરીકે તેમની નોંધ કરવામાં નહીં આવે. ત્યારે પોરબંદરના લોકો દ્વારા જો નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવશે તો સરકાર દ્વારા હજુ વધુ નિયમોમાં છૂટછાટ આપવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.