પોરબંદરમાં આવેલી નરસિહ ટેકરી, કમલાબાગ, જ્યુબેલી પુલ વગેરે રસ્તા પાસેથી પસાર થતા શહેરીજનો માટે રસ્તા પર લાલ, સફેદ કે જુદી જુદી ડિઝાઇનનાં ટેકનોલોજીથી બનેલા માટલા આકર્ષણનું કેન્દ્ર બને છે. મોટાભાગનાં લોકો આ માટલા જોઇને જ આંખોમાં ટાઢક અનુંભવતા હોય છે. માટલુ શરીરનુ તાપમાન જાળવવા મદદગાર હોવાથી સામાન્ય રીતે લોકો ઉનાળામાં માટલું ખરીદતા હોય છે. પોરબંદરમાં છેલ્લા 20 વર્ષથી માટલાનું વેચાણ કરતા મૂળ બિહારના જમીલભાઇ સુમરાએ જણાવ્યુ કે, હું નરસિંહ ટેકરી પાસે રસ્તાની બાજુમા જુદી જુદી ડિઝાઇનનાં માટલાનું વેચાણ કરુ છુ, જેમા ખુબ જ ઠંડા રહેતા રાજસ્થાની સાગવાળા, ભાવનગરી ડિઝાઇનવાળા, થાનનાં સફેદપ્રિટવાળા, વાકાનેરનાં લાલ માટલા વગેરે ખરીદીને પોરબંદરમાં માટલાનું વેચાણ કરુ છું.
જમાલભાઇએ જણાવ્યું કે, અત્યારે ટેકનોલોજીનાં સમયમાં RO, AC, કૂલર જેવા સાધનો સામે માટલાએ પોતાનુ સ્થાન જાળવી રાખ્યુ છે, પણ સમય સાથે માટલાના દેખાવ, કળામાં બદલાવ લાવવો પડે છે, આ વર્ષે પ્રથમ વાર સ્ટિલની બોટલને ટક્કર મારતી માટલાની બોટલ, માટલાનો જગ, એપલ માટલુ, મીટીકુલ માટલુ વગેરે ડિઝાઇનના માટલા ટેકનોલોજીથી તૈયાર થઇને બજારમાં આવ્યા છે. એ.સી. મા રહેતા મોટા ભાગના લોકો પાણી તો માટલાનું જ પીવાનુ પસંદ કરે છે.
કમલાબાગ પાસે માટલાનું વેચાણ કરતા ઇમ્તિયાઝ ભાઇએ વાતચીત કરતા કહ્યું કે, હું આઠ વર્ષથી પોરબંદરમાં માટલા વેચું છું, રાજસ્થાની માટલા પોરબંદરમાં સારા પ્રમાણમા વેચાય છે પણ, વર્ષ 2018 ની સરખામણીએ આ વર્ષે 50 ટકા ઓછું વેચાણ થયું છે જે ચિંતાનો વિષય છે.