પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલ દ્રારા ગુમ થયેલ બાળકો તથા વ્યકિતને શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદશર્ન હેઠળ પેરોલ ફર્લો સ્કોડના ડી.કે.ઝાલા તથા ASI અરવીંદભાઈ સવનીયા તથા HC પિયુષ બોદર તથા PC પિયુષ સીસોદીયા ગુમ થયેલા બાળકો તથા વ્યકિતને શોધી કાઢવા ગઇ કાલે તા. 20/06/2019ના રોજ પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન ફરતા ફરતા રાત્રે દસેક વાગે પોરબંદર રાણીબાગ પાસે આવતા ત્યાં બે નાની ઉંમરના બાળકો આમતેમ જોતાં જોતાં જતા હોય અને થોડા ગભરાયેલા લાગતા પોલીસ દ્વારા બન્નેને ઉભા રાખી નામ પૂછતા એક તરુણે તેનું નામ કુલદીપ દિલીપભાઇ ઉપાધ્યાય તથા બીજા તરુણે તેનું નામ જૈનમ કમલેશભાઇ મઢવી હોવાનું જણાવ્યું હતું.
આ બન્ને યુવાનો ધ્રાંગધ્રા રહેતા હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે વધુ કાઉન્સેલિંગ કરતા તેઓ કામ કરવા માટે અને જાતે કમાવવા માટે ઘરેથી નીકળીને સુરેન્દ્રનગર આવેલ અને ત્યાંથી રેલ્વે સ્ટેશનેથી ટ્રેનમાં રાજકોટ આવેલ અને રાજકોટથી ટ્રાવેલ્સમાં બેસી પોરબંદર આવ્યા હતા અને પોરબંદરથી બોમ્બે જવા નીકળેલા હોવાનું જણાવ્યું હતું આથી પોલીસે તેઓ પાસે રહેલા એક બેગ ચેક કરતા બેગમાંથી દસ હજારની રોકડ પણ મળી આવી હતી.
આથી પોલીસે ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ના PI કે.એ.વાળા નો નંબર મેળવી ફોન કરી તેઓના પોલીસ મથકમાં કોઈ બાળકો ગુમ થયાની ફરિયાદ આવેલ હોય તો અંગે માહિતી માંગતા તા. 20/06/2019ના રોજ ધ્રાંગધ્રાથી સવારે બે બાળકો ગુમ થયેલ હોવાની ફરિયાદ મળી હતી જેથી તેઓને આ બન્ને બાળકોના ફોટા મોકલતા આજ બન્ને બાળકો ગુમ થયેલ હોવાનું જણાવ્યું હતું આથી પોલીસે બન્ને બાળકોના વાલીઓના નંબર મેળવી તેઓને જાણ કરતા આજે વહેલી સવારે તેઓનાં વાલી પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા આથી તેઓ પાસેથી જરૂરી ઓળખ અંગેના ડોક્યુમેન્ટ મેળવી બન્ને બાળકોનો કબજો તેઓના વાલીઓને સોપી આપ્યો હતો બન્ને બાળકોની ભાળ મળી જતા બન્નેના પરિવારજનોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું હતું અને અને તેઓના ઘરના સભ્યોએ પોરબંદર પોલીસનો આભાર માન્યો હતો.