- શેરી શિક્ષણમાં અભ્યાસ કરવા જઇ રહેલા ભાઈ-બહેનને કાળ ભરખી ગયો
- અકસ્માત બાદ કાર નજીકના ખેતરની દીવાલ તોડી અંદર ઘુસી
- લોકોના ટોળા એકત્રિત થયા: કાર ચાલક નાસી છૂટ્યો
પોરબંદર: દેશભરમાં અકસ્માત(Accident)ના બનાવો વધી રહ્યા છે, તેમાં વધુ અકસ્માતની એક ઘટના સામે આવી છે. પોરબંદરના દેગામ નજીક રસ્તા પાસે ચાલીને શિક્ષણ લેવા જઈ રહેલા બે વિદ્યાર્થીઓને એક ઇનોવા કારે ઠોકર મારતા ઘટના સ્થળે બન્નેના મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ લોકોના ટોળા એકત્રિત થતા કાર ચાલક નાસી છૂટ્યો હતો, આ મૃતક બન્ને પિતરાઈ ભાઈ-બહેન હતા. આ બાદ કાર ચાલક ત્યાથી નાસી છૂટ્યો હતો ,પરંતુ ગણતરીની કલાકોમાં પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- નખત્રાણા નજીક ટ્રકે ટેમ્પોને અડફેટે લેતાં એકનું મૃત્યુ
પુરપાટ ઝડપે કાર બન્ને ભાઈ બહેન માટે કાળ બનીને આવી
પોરબંદરમાં દેગામ નજીક આજે સવારે ચામુંડા માતાજીના મંદિર પાસે શેરી શિક્ષણમાં અભ્યાસ કરવા દેગામમાં રહેતા 4 વર્ષનો મિત નિલેશભાઈ ગોહેલ અને 14 વર્ષની આરતી નિલેશભાઈ ગોહેલ જતા હતા, તે દરમિયાન પુરપાટ ઝડપે આવેલી ઇનોવા કારે બન્નેને ટક્કર મારી હતી અને ટક્કર એટલી ભયાનક હતી કે, બન્ને ભાઈ-બહેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો- રાજુલા ચારનાળા પાસે ટ્રકે બાઇકને અડફેટે લેતા 3ના મોત
કાર ચાલક નાસી છૂટ્યો હતો
અકસ્માત (Accident)બાદ કાર નજીકના ખેતરની દીવાલમાં અથડાઈ હતી અને કાર ચાલક નાસી છૂટ્યો હતો. મૃતક બન્ને પિતરાઈ ભાઈ-બહેન હતા. બે બાળકોના કમકમાટી ભર્યા મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે સીસીટીવીના દ્રશ્યોના આધારે અને કાર નંબરના આધારે કાર ચાલકને પકડવાની કાર્યવાહી કરી છે.