પોરબંદરઃ તાલુકામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવતા લોકોની સુરક્ષાના ભાગરૂપે પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એન.મોદીએ જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ-144, ધ ડિઝાસ્ટર મેનજમેન્ટ એક્ટ-2005ની કલમ-30 તથા કલમ-34 અને ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવિડ-19 રેગ્યુલેશન 2020ની કલમ-2 અન્વયે પોરબંદરના ટુકડા ગોસા ગામમાં તારીખ 1થી 28 જુલાઇ સુધી કન્ટેઇમેન્ટ ઝોનમાં સામેલ કર્યો છે.
પોરબંદર તાલુકાના ટુકડા ગોસા ગામના “રામ મંદિર”થી “પંચાયત ચોક” તથા “ડાયા વલ્લભ ટુકડીયા”ના ઘર સુધી તથા “રાજશી આલા ઓડેદરા”ના ઘર સુધી તથા “રામજી માવા ટુકડીયા” “હરજી સરપંચ” “ભરત જેન્તી, લાલા ટુકડીયા, ગોરધન, રામજી ગોવિંદ ટુકડીયા, મનજી રામજી, ડાઇબેન મોકરીયા સુધી સંપૂર્ણ શેરી બંધ તથા જેન્તી જીવન ઘરથી ભુરા વેજા ટુકડીયાના અને વેજા જીવન ટુકડીયા” ના ઘરથી રોડ સુધીના વિસ્તારને તા.૨૮ જુલાઈ સુધી કન્ટેઇમેન્ટ વિસ્તાર જાહેર કર્યો છે.
નોંધનીય છે કે, માલ અને સેવાઓ આપૂર્તિ માટે (પરવાનગી સાથે) અને મેડીકલ ઇમરજન્સી માટે વ્યક્તિઓને પરવાનગી આપવામાં આવશે. પરંતુ આ હુકમ સરકારી ફરજ પરના અધિકારી/કર્મચારીઓને લાગુ પડશે નહી. કન્ટેઇમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક સેવાઓ 7 કલાક સુધી જ ચાલુ રહેશે.
પોલીસે આ વિસ્તારમાં સખતાઇથી અમલવારી કરાવવાની રહેશે. આ વિસ્તારમાં પ્રવેશ અને નિકાસ માટેનાં પોઇન્ટ નક્કી કરવાનાં રહેશે, નાગરિકો અને વાહોનોને ચકાસણી કર્યા વિના અવર-જવર કરવાની રહેશે નહિ, આ વિસ્તારની પરિમિતિમાં અવર-જવર કરતા લોકોની નોંધ કરવાની રહેશે.