આરોગ્ય કર્મચારીઓની ઘણા સમયથી પડતર પ્રશ્નોની માંગ કરી રહ્યા છે, પરંતુ હજુ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતા આજે રોષે ભરાઈ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવવાના હતા. કાશ્મીરમાં થયેલ આંતકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયા હોવાથી તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યાં હતાં. કર્મચારીઓ દ્વારા મીણબત્તી પ્રગટાવી જિલ્લા પંચાયત કચેરીમાં મૌન પાડી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.