પોરબંદર જિલ્લા પોલીસવડા ડૉક્ટર પાર્થસિંહ ગોહિલ, SOG પીએ પીડી દરજી, LCB PSI ચુડાસમા અને કમલાબાગ PSI ગઢવી સહિત સાયબર સેલના રાજુભાઈ જોશી અને પોલીસ સ્ટાફના પિયુષભાઈ સિસોદિયા, પિયુષભાઈ બોડર, વિરેન્દ્રસિંહ પરમાર અને રોહિત વસાવાનું સન્માન કરાયું હતું.
પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ મોરીએ જણાવ્યું હતું કે, એક મહિના પહેલા બનેલી હત્યાની ઘટનામાં હત્યારાઓને શોધવા મુશ્કેલ હતા. પરંતુ મધ્યપ્રદેશમાં જઇને હત્યારાઓને પકડી પાડી પોલીસે તેની કામગીરીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે રબારી સમાજના પ્રમુખ અમરાભાઈ મોરી, પૂર્વ પ્રમુખ અરજન ભાઈ મોરી, વાગજીભાઈ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને પોરબંદર પોલીસનું અભિવાદન કર્યું હતું. પોરબંદર પોલીસની આ કામગીરીને રબારી સમાજ દ્વારા બિરદાવી હતી. તેમજ શનિવારના રોજ પોરબંદર રબારી સમાજ દ્વારા SP પાર્થરાજસિંહ ગોહિલ સહિતના સ્ટાફનું સન્માન કરાયું હતું.