- તાજેતરમાં વેરાવળનું નામ સોમનાથ કરવામાં આવ્યું હતું
- શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરાયો છે કે સુદામાની કર્મભૂમિ છે પોરબંદર
- સુદામાપુરી તરીકે નામ જાહેર થાય તો પ્રવાસન ક્ષેત્ર પણ વધારો થઈ શકે તેમ છે
પોરબંદરઃ શહેરનું નામ સુદામાપુરી કરવા સાગરમંથન ખારવા ભગત સેવા ટ્રસ્ટના પ્રમુખ અશ્વિનભાઈ દેવજીભાઈ મોતીવરસે ધારાસભ્ય, સાંસદ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું હતું કે, ભગવાન કૃષ્ણના સખા સુદામા સાથે પોરબંદરનો ઇતિહાસ રહેલો છે. ભારતભરમાં એકમાત્ર સુદામાનું મંદિર પોરબંદર ખાતે આવેલું છે અને દેશ-વિદેશથી લોકો મંદિરની મુલાકાત લઈને ધન્યતા અનુભવી રહ્યા છે. શાસ્ત્રોમાં પણ દ્વાપર યુગ સુધી આ શહેરનું નામ સુદામાપુરી તરીકે જાણીતું હતું. આથી પોરબંદરનું નામ સુદામાપુરી રાખવું જોઈએ તેવી માગ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ આમદાવાદનું નામ કર્ણાવતી કરવા બાબાતે કોઇ જ રજૂઆત કરાઇ નથી
કૃષ્ણના સખા સુદામાની કર્મભૂમિ તરીકે પોરબંદર શહેર એટલું પ્રચલિત નથી
પોરબંદર શહેર ગાંધીજીના જન્મ સ્થળ તરીકે જાણીતું છે, કૃષ્ણના સખા સુદામાના કર્મભૂમિ તરીકે પોરબંદર શહેર એટલું પ્રચલિત નથી પરંતુ જો સુદામાપુરી નામ જાહેર કરવામાં આવે તો પ્રવાસન ક્ષેત્રમાં પણ વધારો થઈ શકે તેમ છે. ગાંધીજીના જન્મસ્થળ તરીકે સરકાર દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે ત્યારે સુદામાની કર્મભૂમિ તરીકે પણ વધુ પ્રચાર પ્રસાર કરવામાં આવે તો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય તેવું માનવામાં આવી રહ્યું છે.