- સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો
- મુખ્યપ્રધાન સાથે યોજાયેલા આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પોરબંદરના યુવાનો જોડાયા
- પોરબંદરના 21 પ્રતિભાશાળી યુવાનો જોડાયા
પોરબંદરઃ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા પ્રતિભાશાળી યુવાનો અને મુખ્યપ્રધાન સાથે વર્ચ્યુઅલ યુવા સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
યુવાનોએ વિવિધ ચર્ચાઓ કરી
જેમાં પોરબંદરના 21 પ્રતિભાશાળી યુવાનો પણ જોડાયા હતા. મુખ્યપ્રધાન રૂપાણીએ યુવાનોને આગળ વધવા અને સ્વામી વિવેકાનંદના યુવા ભારતના સપનાને સાકાર કરવા આહવાન કર્યું હતું. પોરબંદર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં ઉપસ્થિત રહી પ્રતિભાશાળી યુવાનોએ વિવિધ ચર્ચાઓ પણ કરી હતી.
યુવાનોએ સુચનો તથા મંતવ્યો આપ્યાં
યુવા સંવાદ નામના આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા બે વિષય પર યુવાનોના સૂચનો માંગવામાં આવ્યાં હતા. જેમાં સરકાર અને પ્રજા વચ્ચે પ્રતિભાશાળી યુવાનો કઈ રીતે શેતુ બની શકે અને પ્રશાસન અને લોકોઉપયોગી કઈ રીતે બનાવી શકાય તે બાબત પર સૂચન માંગવામાં આવ્યું હતું. યુવાનોએ આ અંગે પેપરમાં લખીને પોતાના સૂચનો તથા મંતવ્યો આપ્યાં હતા.