- પોરબંદરમાં પણ તૌકતેને લઈને જાહેર કરાયું હતું એલર્ટ
- મહિલાને પ્રસવ પીડા થતા મોડીરાત્રે લઈ જવાઈ રહી હતી હોસ્પિટલ
- એમ્બ્યુલન્સના સ્ટાફે રસ્તામાં જ એમ્બ્યુલન્સ રોકીને કરાવી પ્રસૂતિ
પોરબંદર: જિલ્લામાં તૌકતે વાવાઝોડાની આગાહી હતી. પરંતુ જિલ્લા પરથી સંકટ દૂર થયું હતું. વાવાઝોડા દરમિયાન દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી શકાય તે માટે પણ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સ્થાનિક તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના બરડા નજીક ભારવાડાની સગર્ભા મહિલાની રસ્તામાં 18 મેના રોજ વહેલી સવારે ૪ કલાકે વાવાઝોડાની અસર રૂપે ફૂંકાઈ રહેલા ભારે પવન વચ્ચે પ્રસૂતિ કરાવવામાં આવી હતી.
જિલ્લામાં કુલ 8 સામાન્ય અને 1 બોટ એમ્બ્યુલન્સ કાર્યરત
108 એમ્બ્યુલન્સ જ્યારે દર્દીને લઈને હોસ્પિટલ જઈ રહી હતી, ત્યારે દર્દીને દુઃખાવો ઉપડતાં એમણે એમ્બ્યુલન્સમાં સારવાર માટે સેવારત ઈ.એમ.ટી ને જાણ કરી હતી. સગર્ભા મહિલા અને બાળકને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તરત જ રસ્તામાં પ્રસૂતિ કરાવવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં કુલ 8 એમ્બ્યુલન્સ સેવા આપે છે. આ ઉપરાંત એક બોટ એમ્બ્યુલન્સ પણ દર્દીઓની સેવા માટે રાખવામાં આવી છે.