પોરબંદરઃ જિલ્લાના માધવપુર ગામે ભાતીગળ સંસ્કૃતિ મુજબનો ઐતિહાસિક મેળો દર વર્ષે યોજાય છે. ત્યારે સરકાર દ્વારા નેશનલ લેવલના કાર્યક્રમ કોરોના વાયરસના કારણે બંધ રાખવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ વર્ષે વડાપ્રધાન મોદી પણ આવવાના હોવાનું મનાતું હતું, પરંતુ કોરોના વાયરસના કારણે તમામ સરકારી કાર્યક્રમો રદ કરવા તથા લોકોમાં મેળાવડા ન કરવા જણાવાયું છે.
પોરબંદર સહિત માધવપુરની હોટલોમાં બુકીંગ કરવામાં આવ્યું હતું, તે પણ રદ કરવામાં આવ્યા હોવાનું જણાયું છે. જોકે આ કાર્યક્રમો રદ થવાના કારણે અનેક વેપારીઓને મોટું નુકસાન થશે તેવું વર્તાઈ રહ્યું છે.