ETV Bharat / state

પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા તૌકતે વાવાઝોડાના સંદર્ભમાં પ્રજાની સુરક્ષા માટે કામગીરી હાથ ધરાઈ - પોલીસે સાયક્લોન સેન્ટરની મુલાકાત લીધી

ગુજરાતના દરિયાકિનારે તો તે વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યુ છે, ત્યારે દરિયા કિનારાના વિસ્તારમાં તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે અને પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા વાવાઝોડાના સંદર્ભમાં પ્રજાની સુરક્ષા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Porbandar News
Porbandar News
author img

By

Published : May 15, 2021, 10:43 PM IST

  • પોલીસ દ્વારા સાયક્લોન સેન્ટરની મુલાકાત લેવાઈ
  • પોરબંદર કુદરતી આફત સમયે રેસ્ક્યુ ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતા સાધનોથી સજ્જ
  • બચાવ કામગીરી માટે તરવૈયાઓનું અલગ અલગ ગ્રુપ બનાવાયું
  • જરૂરી જણાય તેવા લોકોને સુરક્ષિત જગ્યાએ અથવા તો સાયક્લોન સેન્ટર ખાતે સ્થળાંતર કરવા જણાવાયું

પોરબંદર : ગુજરાત રાજ્ય પર આગામી 16/5/2021થી 18/5/2021 સુધી હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા તેમજ ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ અંગે જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીએ તમામ થાણા અધિકારીઓને પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને વાવાઝોડા અંગે ગંભીરતા સમજાવવા સૂચના કરી હતી. જે અંગે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને માહિતી આપી હતી કે જે લોકો નીંચાણવાળા વિસ્તારમાં રહે છે કે, જ્યાં પાણી ભરાવાની વધારે શક્યતા હોય તેમ જ કોઈ પરિવાર જર્જરિત મકાનમાં વસવાટ કરતા હોય તેઓને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા જણાવાયું છે. તેમજ વૃદ્ધો તેમજ શારીરિક અશક્ત લોકો અને ગર્ભવતી મહિલાઓને પહેલેથી જ સુરક્ષિત જગ્યાએ અથવા તો સાયક્લોન સેન્ટર ખાતે સ્થળાંતર કરવા જણાવાયું છે.

પોરબંદર
પોરબંદર

આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને હવાઇમથકો દ્વારા તકેદારીના પગલાં લેવાયા

પોરબંદર જિલ્લા પોલીસે કુદરતી આફતો વખતે ઉપયોગમાં લેવાતા સાધનો સાથે રિહર્સલ હાથ ધરાઈ

પોલીસ દ્વારા કુદરતી આફત વખતે ઉપયોગમાં લેવાથી આશકા લાઈટ તથા રેસ્ક્યુ ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતા લાઈફ જેકેટ તથા દોરડા, વ્હિસલ, વોકીટોકી અને ટોર્ચ સહિત પ્રાથમિક સારવારની કીટ વગેરે જેવા સાધનોથી સજ્જ થઈને આવનારા સંભવિત વાવાઝોડા દરમિયાન કરવામાં આવતી બચાવ કામગીરી અંગે રિહર્સલ હાથ ધરાઈ હતી.

પોરબંદર
પોરબંદર

આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાને પહોચી વળવા મોરબી જિલ્લા પ્રસાસન સજ્જ

પોલીસ દ્વારા સાયક્લોન સેન્ટરની મુલાકાત કરાઈ

વધુમાં પોલીસ દ્વારા સાયક્લોન સેન્ટરની મુલાકાત કરવામાં આવી હતી અને દરિયાકાંઠાના દરેક ગામોમાં બચાવની કામગીરી સંદર્ભે તરવૈયાઓનું અલગ અલગ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લાની પ્રજાને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે, પોલીસ તંત્ર તેમજ વહીવટી તંત્રને પૂરતો સહકાર આપે તેમજ બિનજરૂરી પોતાના ઘરની બહાર નહીં નીકળવા અને ઘરની અંદર જ સુરક્ષિત રહેવા જણાવવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.