શહેરમાં તાજેતરમા પોરબંદર જીલ્લા પોલીસ દ્વારા હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના કુછડી ગામે સોશીયલ મીડીયામાં વીડિઓ વાયરલ થયો હતો. જેમાં અમુક ઇસમો બે બાળકોને માર મારી એક પાંજરામાં પુરી દિધા હતા. આ બાબતે પોરબંદર પોલીસ દ્વારા વીડિયો મેળવી ભોગ બનનારના ઘરે જઇ હકીકતની ખરાઇ કરી હતી અને તેઓને પોલીસ ફરીયાદ કરવા સમજાવેલા હતાં. તેમ છતાં તેઓ ફરીયાદ કરવા માંગતા ન હોય જેથી તેઓને પોલીસ તથા સરકાર તેઓની સાથે હોવા બાબતે સમજાવી તેઓને ફરીયાદ કરવા માટે સહમત કરાવ્યા હતાં. જના આધારે તેમની સહમતીથી ફરીયાદ લઇ ગુનો દાખલ કરાવી આરોપીઓને ગુનાના કામે અટક કરતા નામદાર કોર્ટ દ્વારા જેલ હવાલે કરવામાં આવ્યા છે.
પોરબંદર પોલીસ દ્વારા ભોગ બનનાર બંન્ને બાળકો તથા ફરીયાદી તથા તેના પરિવારજનોની મુલાકાત લઇ જરૂરી સાંત્વના આપી હતી. પોલીસ તથા સરકાર તેઓની સાથે હોવાની ખાતરી આપી આ બાબતે કોઇ પોલીસ બંદોબસ્ત કે અન્ય જરૂરીયાત હોય તો જણાવવાનું કહેવામાં આવ્યુ હતું .બાદ તા.23 ના રોજ પોરબંદર પોલીસ દ્વારા ભોગ બનનાર બંન્ને બાળકોને પોલીસ અધિક્ષક કચેરી ખાતે બોલાવીને તેઓની સાથે નાસ્તો કરીને તેમને તથા તેના પરીવારજનોને જરૂરી આશ્વાસન આપ્યુ હતું.
આ બાળકોને નીરાશામાંથી બહાર લઇ આવવા માટે પોરબંદર પોલીસ દ્વારા સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત એક પ્રવાસનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં હીંસાનો ભોગ બનનાર બંને બાળકોને તેમની શાળામા ભણતા તેમના અન્ય મીત્રો સાથે મોટી ખાવડી રીલાયન્સ મોલમાં લઇ જઇને બાળકો માટેનુ મનોરંજક ફીલ્મ “ધ લાયન કિંગ“ બતાવવામા આવતા બઘા બાળકો તથા કુછડી ગ્રામજનો દ્વારા પોરબંદર પોલીસ પરિવારનો સહર્ષ આભાર વ્યકત કર્યો હતો.