- ભારત વિકાસ પરિષદની પોરબંદર શાખાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
- જરૂરિયાતમંદ દિવ્યાંગજનો માટે જયપુર ફુટ કેમ્પ તથા વ્હીલચેર અને ટ્રાયસિકલનું વિતરણ
- કારોબારી સમિતિની રચના પણ કરવામાં આવી
પોરબંદર: અંજાર ગુરુકુળ ખાતે ભારત વિકાસ પરિષદની શાખાનું શનિવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જરૂરિયાતમંદોને વ્યંજનો, જયપુર ફુટ કેમ્પ તથા સાઈકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતના 23મી અને ગુજરાતની 73મી પોરબંદર શાખાનું ઉદ્ઘાટન
રાષ્ટ્ર સમર્પિત બુદ્ધિ નિષ્ઠ જાગૃત અને સંપન્ન સામાજિક-સાંસ્કૃતિક અને પારિવારિક સંસ્થા એટલે ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છની 23મી અને ગુજરાતની 73મી શાખાનું ઉદ્ઘાટન શનિવારના રોજ 108 જય વલ્લભલાલજી મહોદયના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભાનુ પ્રકાશ સ્વામી તથા અતિથિ વિશેષ તરીકે ડૉ.સુરેશભાઇ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ભારત વિકાસ પરિષદના સૌરાષ્ટ્ર કચ્છના અધ્યક્ષ પ્રફુલભાઈ ગોસ્વામી તથા મહામંત્રી વિનોદ ભાઈ લાઠીયા સંગઠન મંત્રી કિરીટભાઈ નંદાણીયા, વિભાગીય મંત્રી સોમનાથ સુનિલ ધોળકીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: કેશોદમાં જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું
ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખાના પદાધિકારીઓની નિમણુક
સૌરાષ્ટ્રની 23મી અને ગુજરાતની 73મી પોરબંદર શાખાના પ્રમુખ તરીકે કમલેશભાઈ કોબડી, ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી તરીકે નિલેશ રુઘાણી, મંત્રી તરીકે નીધીબેન શાહ, સહમંત્રી તરીકે નવનીત ભાઈ સોની તથા ખજાનચી તરીકે નયનભાઈ ગોટેચા, તથા મહિલા સંયોજક તરીકે નિવેદિતા બેન જોશી અને વિધાતા બેન બદીયાણી તેમજ રિદ્ધિબેન ગોટેચાની પસંદગી કરાઈ હતી. આ ઉપરાંત કારોબારી સમિતિની રચના કરાઈ હતી. તમામ હોદેદારોની શપથ વિધી પ્રદેશના અધ્યક્ષ પ્રફુલભાઈ ગોસ્વામીના વરદ હસ્તે કરવામાં આવી હતી.
આ પણ વાંચો: જૂનાગઢઃ કેશોદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ
નિષ્ણાંતોની ટીમ દ્વારા દિવ્યાંગજનોના કૃત્રિમ અંગોનું મેઝરમેન્ટ
કેમ્પમાં ભારત વિકાસ પરિષદ દ્વારા અમદાવાદ પાલડી ખાતેથી આવેલી નિષ્ણાંતોની ટીમ દ્વારા દિવ્યાંગજનોના કૃત્રિમ અંગોનું મેઝરમેન્ટ કરાયું હતું. કેમ્પમાં જરૂરિયાતમંદ દિવ્યાંગજનને 16 ટ્રાયસિકલ, 13 વ્હીલચેર અને 75 જનરલ કાખ ઘોડી, સ્ટીક કેલીપર્સ, કૃત્રિમ હાથ પગનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતુ.