ETV Bharat / state

કોરોના સંક્રમણ રોકવા વહીવટી તંત્ર દ્વારા કિર્તિ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો

રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા પોરબંદર જિલ્લામાં સંક્રમણ રોકવા વહીવટી તંત્ર દ્વારા ગાંધીજીનું જન્મ સ્થળ ,ઇધરા કેન્દ્ર અને તાલુકા જિમ સેન્ટરો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

coroan
કોરોના સંક્રમણ રોકવા વહીવટી તંત્ર દ્વારા કિર્તિ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો
author img

By

Published : Apr 17, 2021, 12:50 PM IST

  • મોટી સંખ્યામાં પ્રવાસીઓ કિર્તિમંદિર આવતા હોય છે
  • લોકોમાં સંક્રમણ ન ફેલાય તે માટે લેવાયો નિર્ણય
  • પોરબંદરમાં 16 એપ્રિલે 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

પોરબંદર: ગુજરાતમાં કોરોના કેસોમાં વધારો થયો છે ત્યારે પોરબંદર જિલ્લામાં પણ કોરોનાના કેસમાં વધારો ન થાય અને સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા ગાંધીજીનું જન્મ સ્થળ કિર્તિ મંદિર આગામી 24 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત ઇધરા કેન્દ્ર અને જનસેવા કેન્દ્ર પણ બંધ રાખવા નો નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો : નેશનલ એથ્લેટીક્સ ગેમ્સના અમદાવાદના સ્પર્ધકો પહોંચ્યા પોરબંદર બીચ પર

તાલુકા જિમ સેન્ટરો 25 એપ્રિલ સુધી રહેશે બંધ

પોરબંદરમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા કુતિયાણા તાલુકા સેન્ટર અને પોરબંદર તાલુકા જિમ સેંટર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જીમ સેન્ટરોમાં વધારે પડતા યુવાનો કસરત માટે આવતા હોય છે, જેમાં વધારે કોરોના સંક્રમણ ફેલાય તેવી શક્યતાઓ રહે છે .આગામી 25 એપ્રિલ સુધી જિમ સેંટર બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પોરબંદરના તાલુકા તથા શહેરના ઇદરા કેન્દ્ર જનસેવા કેન્દ્ર ચૂંટણી ઓળખકાર્ડ આધારકાર્ડની કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી છે અને 24/4/2021 સુધી હાલના સંજોગોમાં કચેરી ખાતે તમામ અરજદારોએ મુલાકાત ન લેવા વિનંતી કરવામાં આવી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.