ETV Bharat / state

પોરબંદરમાં મોટા રાંદલ માતાજીના મંદિરમાંથી ચોરી કરનારો આરોપી ઝડપાયો - ખારવાવાડ

પોરબંદરમાં ખારવા વાડમાં આવેલા મોટા રાંદલ માતાજીના મંદિરમાંથી કોઈ અજાણ્યો શખ્સ મંદિરના ઘંટની ચોરી કરી ગયો હતો. આ અંગે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે તપાસ કરતા ચોરને ખારવાવાડમાંથી જ ઝડપી લીધો હતો.

પોરબંદરમાં મોટા રાંદલ માતાજીના મંદિરમાંથી ચોરી કરનારો આરોપી ઝડપાયો

author img

By

Published : Jan 20, 2021, 11:18 AM IST

  • પોરબંદરના મોટા રાંદલ માતાજી મંદિરમાંથી થયેલી ચોરીનો મામલો
  • કીર્તિ મંદિર પોલીસ સ્ટેશને આરોપીને ખારવાવાડમાંથી ઝડપી પાડ્યો
  • આરોપીએ મંદિરમાંથી પિત્તળના ઘંટની ચોરી કરી હતી

પોરબંદરઃ ખારવા વાડમાં આવેલા મોટા રાંદલ માતાજીના મંદિરમાંથી એક પિત્તળના ઘંટની ચોરી થઈ હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ કરતા પેટ્રોલિંગ દરમિયાન ભાવેશ ઉર્ફે ટાર્ઝન પ્રવીણભાઈ ટોડરમલ થેલીમાં કઈક વસ્તુ લઈને નવાપાડા મચ્છી માર્કેટ પાસે જાહેર રોડમાં ઉભો હતો. તેની પૂછપરછ પોલીસે કરતા ખારવાવાડ ભીડભંજન મહાદેવ પાછળ રાંદલ માતાજીના મંદિરમાંથી ચોરી ગયેલો ઘંટ સાથે હોવાનું કબૂલ્યું હતું. આ આરોપી અંગે પોકેટ કોપમાં તપાસ કરતા તેના પર પ્રોહિબીશન સાત તથા અન્ય ત્રણ ગુના બન્યા હોવાનું જણાયું હતું.

કામગીરીમાં જોડાયેલ સ્ટાફ

કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ. એલ. આહીર તથા ડીસ્ટાફ પીએસઆઇ આર. એલ. મકવાણા તથા હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ કે માવદીયા પોલીસ કોન્સ્ટેબલ ભરત શીંગરખિયા, ભીમા ઓડેદરા, કાના શામળા વગેરે ચોરને પકડવાની કામગીરીમાં જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.