પોરબંદર: પોલીસ મહાનિદેશક CID ક્રાઇમ અને રેલવે ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા અપહરણ થયેલી મહિલાને શોધી કાઢવા 7 દિવસ સુધી સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. જેના અનુસંધાને જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર દ્વારા સુચના કરવામાં આવતા પોરબાંદર જિલ્લા પોલીસ અધીક્ષક ડો. રવિમોહન સૈની દ્વારા યોગ્ય માર્ગદર્શન આપી અલગ અલગ ટીમ બનાવી કામગીરી સોંપવામાં આવી હતી.
જે અન્વયે SOGના પોલીસ ઇન્સ્પેકટર કે. આઇ. જાડેજા તથા પેરોલ સ્કોડના PSI એચ.સી. ગોહિલ દ્વારા સ્ટાફના કર્મીને આ કામગીરી કરવા અંગે માહિતી આપવામાં હતી. આ અન્વયે PI કે.આઇ.જાડેજા તથા PSI એચ.સી. ગોહિલને ટેકનીકલ સોર્સથી મળેલી માહિતી મુજબ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં કલમ 366ના આરોપી હરસુખ દરજી અમદાવાદમાં રહતો હોવાની માહિતી મળી હતી. જેથી પેરોલ ફલો સ્કોડના સ્ટાફની એક ટીમ અમદાવાદ તપાસમાં મોકલી અમદાવાદ રામોલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી આરોપી તથા ભોગ બનનારને શોધીને પોરબંદર લાવવામાં આવ્યા હતા.