ETV Bharat / state

'તત્વ ફોર યુ'એ મુક-બધિર બાળકો માટે લગાવી 400 કિમીની દોડ - deaf and dumb

'તત્વ ફોર યુ' સંસ્થાનાં સભ્યોએ અમદાવાદથી શરૂ કરી પોરબંદર સુધી 400 કીલોમીટરની દોડ લગાવી હતી. જેનો ઉદ્દેશ્ય મુક-બધિર બાળકોને પ્રોત્સાહન આપવાનો હતો. આ સંસ્થા મુક-બધિર બાળકો માટે શિક્ષણ, પીવાનું ચોખ્ખું પાણી, પોષક આહાર તેમજ બીજી અનેક બાબતો માટેના કાર્યો કરે છે.

પોરબંદર
પોરબંદર
author img

By

Published : Jan 27, 2021, 10:46 AM IST

  • મુક-બધિર બાળકોની મદદ કરવા લગાવાઈ દોડ
  • 4 દિવસમાં કાપ્યુ 400 કિમીનું અંતર
  • શિક્ષણ, આહાર અને વોકેશનલ તાલીમ આપે છે 'તત્વ ફોર યુ'

પોરબંદર: 'તત્વ ફોર યુ'નાં સ્થાપક સભ્ય અમીત ભટાચાર્યએ અમદાવાદથી પોરબંદર સુધી 400 કિલો મીટરની દોડ શરૂ કરી છે. જેમાં તેમની ટીમમાં એક મહિલા અને અન્ય પાંચ સભ્યો જોડાયા છે. તેમણે ચાર દિવસમાં 400km દોડ પોરબંદર ખાતે પુર્ણ કરી હતી. પોરબંદર બીરલા હોલ ખાતે સાયલાના આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સંસ્થા શિક્ષણ, પીવાનું ચોખ્ખું પાણી, પોષક આહાર તેમજ બીજી અનેક બાબતો માટેના કાર્યો કરે છે.

પોરબંદર
પોરબંદર
અમદાવાદથી પોરબંદર સુધી લગાવી દોડ

'તત્વ ફોર યુ' સંસ્થાના સ્થાપક અમિત ભાઈ સતત આવા આયોજન કરીને પોતાના મન અને શરીરને વિવિધ પડકારો આપે છે. અંધ અને બહેરા મનુષ્યોએ અનેક પ્રકારના વિધ્નોમાંથી પસાર થવું પડે છે ત્યારે કોરોનાના સમયે સેન્સ ઇન્ટરનેશનલ સંસ્થા સાથે અમિતભાઈનો પરિચય થયો હતો. આથી તેમને મદદરૂપ બનવા તારીખ 22 જાન્યુઆરીથી શુક્રવાર સવારે 10 વાગ્યે અમદાવાદથી તેમણે દોડવાનું શરૂ કર્યું હતું અને મંગળવારે તારીખ 26 જાન્યુઆરીના રોજ તેઓ પોરબંદર પહોંચ્યા હતા. સેન્સ ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા 40 બાળકોની વ્યક્તિગત તાલીમનું આયોજન થવા જઈ રહ્યું છે તેમના આ સંકલ્પમાં આર્થિક રીતે મદદરૂપ થવા માટે તેમણે કહ્યું કે જે મૂંગા અને બહેરા છે તેવા વ્યક્તિઓની મદદ માટે લોકો આગળ આવે અને તેને મદદરૂપ થાય તે માટે અમે આ કાર્ય કરી રહ્યા છીએ .

પોરબંદર

સાઈન લેન્ગવેજની આપવામાં આવે છે તાલીમ

સાયલાના આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ અને સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયાનાં સંયુક્ત પ્રયાસથી પોરબંદરમાં મુક-બધિર લોકો માટે એક તાલીમ કેન્દ્ર ચાલી રહ્યું છે, જયાં સાઈન લેન્ગવેજ અને આત્મનિર્ભર બની શકે તેવી વોકેશનલ તાલીમ સંચાલક પૂનમબેન જુંગી અને પ્રવીણ ભાઈ ડાભી દ્વારા આપવામાં આવે છે. સાથે તબીબી સારવાર પણ આપવામાં આવી રહી છે. આ પ્રસંગે સાયલા આશીર્વાદ સંસ્થાનાં સભ્યો અને મુક-બધિર બાળકો તથા વાલીઓ ઉપસ્થિત રહયા હતા અને સૌને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.