પોરબંદરઃ કૃષ્ણા સુદામા તથા ગાંધીજીનું જન્મ સ્થળ એવા પોરબંદરમાં આગામી 8 અને 9 જાન્યુઆરી 2022ના રોજ શ્રી રામ સ્વીમીંગ કલબ દ્વારા રાષ્ટ્રીય તરણ સ્પર્ધાનું આયોજન (Swimming Federation of India)કરાયું છે. આ બાબતે ક્લબ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં વિવિધ રાજ્યોમાંથી તરવૈયાઓ ભાગ લેશે. આ સ્પર્ધામાં કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે અને તરવૈયાઓ માટે દરિયામાં સુરક્ષા પણ વિશેષ ધ્યાન રખાશે તેમ આયોજકો એ જણાવ્યુ હતું.
સ્વિમિંગ કોમ્પિટિશન છેલ્લા 22 વર્ષથી આયોજન
સ્વીમીંગ ક્લબ દ્વારા નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશન (Sea swimming competition in Porbandar)છેલ્લા 22 વર્ષથી આયોજન કરવામાં આવે છે અને આગામી તારીખ 8 જાન્યુઆરી 2022 ના રોજ બપોરના 12:15 કલાક થી સ્પર્ધા શરૂ થશે 2 કિમી ,10 કિ.મી રેગ્યુલર તથા દિવ્યાંગો પેરા સ્વીમર માટે પાંચ કિમી સ્પર્ધા યોજાશે ત્યાર બાદ 9 જાન્યુઆરીના રોજ સવારે 6.30 કલાકે 1 કિમી 5 કિમી ની ઉંમર વાઇઝ ગ્રુપ પ્રમાણે ભાઈઓ અને બહેનોની અલગ અલગ સ્પર્ધા યોજાશે.આ સ્પર્ધા SFI (swimming fedration of India ) ના માર્ગદર્શન થી તેમજ FINAના નીયમ મુજબ યોજાય છે.
આ પણ વાંચોઃ Omicron impact on Economic : માર્ચ ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિને ઓમિક્રોનની અસર થઈ શકે છે : રિપોર્ટ
દરિયામાં સ્પર્ધા હોવાથી રેસ્ક્યુ માટે વિવિધ વ્યવસ્થા અને સુરક્ષા
પોરબંદરમાં યોજાનાર રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા સમુદ્રમાં(Organizing National Sea Swimming Competition at Porbandar) યોજાવાની હોય જેથી તરવૈયાના જીવ જોખમમાંના મુકાઈ અને કોઈ આકસ્મિક ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે અને રેસ્ક્યુ માટે ભારતીય નેવી ,કોસ્ટ ગાર્ડની ટીમ પોરબંદર નગરપાલિકા મરીન પોલીસ તથા એસ એસ બી તેમજ પોરબંદર માછીમાર સમાજ અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી રેસ્ક્યુ માટે લાઈફ જાકીટ તથા રીંગ બોયા અને ક્યાંકિંગની સુવિધાઓ પણ સુરક્ષા માટે તૈનાત કરાશે. આ ઉપરાંત સ્પર્ધામાં ભાગલેનાર માટે આરોગ્ય સહિતની સુવિધા ઓ પુરી પાડવામાં આવશે અને રાજ્ય બહાર થી આવતા અને ભાગલેનાર તમામનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને રેલવે સ્ટેશનમાં પણ આ સુવિધા રાખવામાં આવશે. હાલ આ સ્પર્ધામાં 600 જેટલા સ્પર્ધકો એ એન્ટ્રી નોંધાવી છે હજુ પણ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ Vigilance team of ST department: એસટી વિભાગની વિજિલન્સ ટીમ દ્વારા ગેરરીતિ કરતા કર્મચારીઓ પર કાર્યવાહી