પોરબંદર ચોપાટી ખાતે યોજાયેલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભગવત સપ્તાહમાં મોટો માનવ મહેરામણ ઉમટ્યું છે. ત્યારે આ કથાના વક્તા સત સ્વામી પોરબંદર સ્વામીનારાયણ મંદિર ખાતે પધાર્યા હતા, અને સ્વામીનારાયણ સંપ્રદાયના ભક્તો સાથે સત્સંગ કર્યો હતો. ત્યારબાદ સ્વામિનારાયણ મંદિરમાં સંધ્યા આરતી પણ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો પધાર્યા હતા.
ભારતના યુવાધનને સંદેશો આપતા તેમણે જણાવ્યું હતું કે, "યુવાનો દેશ પ્રેમ રાષ્ટ્રભાવનાથી સફળતા મેળવી અને અબ્દુલ કલામ સહિતના સફળ લોકોની જેમ દેશસેવા કરી ભારત દેશનું નામ રોશન કરે આ ઉપરાંત તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ચાલથી શ્રીમદ ભાગવત કથામાં આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. આ બાબતે મીડિયા સામે તેઓએ કોઈપણ પ્રકારના રાજકીય વિવાદ અંગે ટીપ્પણી કરવાની ના પાડી હતી."