ETV Bharat / state

Madhavpur Fair 2023 : માધવપુરના મેળાને માણતા આસામના વિદ્યાર્થીઓ

એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ યુવા સંગમ કાર્યક્રમ અંતર્ગત આસામની આઈ.આઈ.ટી ગુવાહાટી સહિત આસામની અલગ અલગ કોલેજમાંથી વિદ્યાર્થીઓ ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ માધવપુર ખાતે યોજાઇ રહેલા મેળામાં સહભાગી બન્યા હતા. રાષ્ટ્રીય લેવલના આ માધવપુર મેળાને જોઇ ખુશી વ્યક્ત કરી હતી.

Madhavpur Fair 2023 : માધવપુરના મેળાને માણતા આસામના વિદ્યાર્થીઓ
Madhavpur Fair 2023 : માધવપુરના મેળાને માણતા આસામના વિદ્યાર્થીઓ
author img

By

Published : Apr 1, 2023, 5:23 PM IST

Madhavpur Fair 2023 : માધવપુરના મેળાને માણતા આસામના વિદ્યાર્થીઓ

પોરબંદર : માધવપુર ગામમાં માધવરાય અને રુકમણીના વિવાહ થયા હતા. આ પ્રસંગને પરંપરાગત રીતે દર વર્ષે ઉજવવામાં આવે છે અને રામ નવમીથી શરૂ થઈને પાંચ દિવસ સુધી મેળો યોજાય છે. આ માળાને આસામના વિદ્યાર્થીઓ માણ્યો હતો.

PM મોદીનું એક ભારત શ્રેષ્ઠ ભારતનું સપનું : સરકારે આ વિશે વિશેષ ધ્યાન દેતા સેવન સીસ્ટર સ્ટેટના મુખ્યપ્રધાનો તથા કલાકારો પણ અહીં આવે છે અને કલા પ્રદર્શન કરે છે. ત્યારે પોરબંદરની બાલુભા સ્કૂલ ખાતે પણ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આસામ સહિત રાજ્યમાંથી આવેલ કલાકારોએ ગુજરાતી ગરબાની મોજ પણ માણી હતી. વડાપ્રધાન મોદીનું એક ભારત શ્રેષ્ઠ ભારતનું સપનું અહીં સાકાર થતું દેખાય છે. યુવા સંગમ પ્રોજેકટ અંતર્ગત 30 જેટલા વિદ્યાર્થીઓ એ માધવપુરની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો : Madhavpur National Level Fair 2023 : માધવપુર રાષ્ટ્રીય કક્ષાના મેળાનું CM ભુપેન્દ્ર પટેલ કરશે ઉદ્દઘાટન, તંત્ર દ્વારા તડામાર તૈયારી

રાષ્ટ્રીય લેવલનો માધવપુર મેળો : એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ યુવા સંગમ કાર્યક્રમ અંતર્ગત આસામની આઈ.આઈ.ટી ગુવાહાટી સહિત આસામની અલગ અલગ કોલેજમાંથી વિદ્યાર્થીઓ ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ માધવપુર ખાતે યોજાઇ રહેલા મેળામાં સહભાગી બન્યા હતા. રાષ્ટ્રીય લેવલના આ માધવપુર મેળાને જોઇ ખુશી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : Madhavpur Fair 2022: માધવપુરનો મેળો હવે દર વર્ષે રાષ્ટ્રીયકક્ષાના મેળા તરીકે ઉજવાશે

ગુજરાતૉએ વિકાસનો પર્યાય : આસામથી આવેલા વિદ્યાર્થી અભિષેક ચૌધરીએ જણાવ્યું હતું કે, બાળપણથી મેં વાઇબ્રન્ટ ગુજરાત વિશે સાંભળ્યું હતું, ત્યારે અહીં ગુજરાત આવીને જોઉં તો ખ્યાલ આવે છે કે ગુજરાત એ વિકાસનો પર્યાય છે. અહીં ઉદ્યોગોની સાથે સાથે સંસ્કૃતિને પણ ઉતેજન આપવામાં આવે છે. અન્ય એક વિદ્યાર્થીની રિયા શર્માએ કહ્યું કે, યુવા સંગમ કાર્યક્રમ હેઠળ અમને ગુજરાત આવવાની તક મળી અને રાજ્ય સરકાર દ્વારા આયોજિત માધવપુરનો મેળો જોવાની તક મળી. આ ઉપરાંત અમે અક્ષરધામ મંદિર તથા સાબરમતી આશ્રમની મુલાકાત લીધી છે જે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. ત્યારે વિવિધ રાજ્યોમાંથી આવેલ અધિકારીઓએ પણ આ પ્રોજેક્ટ સરાહનીય ગણાવ્યો હતો. આ વિદ્યાર્થીઓએ ગાંધીનગર આઇ આઇટીની મુલાકાત લીધી હતી, ત્યારબાદ દ્વારકા અને ત્યાંથી માધવપુર આવ્યા હતા. હજુ ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લેશે તેમ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.