પોરબંદર: પોરબંદરની ગુરુકુળ કન્યા છાત્રાલયમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં વિદ્યાર્થીનીએ અન્ય વિદ્યાર્થીનીઓ દ્વારા પરાણે સજાતીય સંબંધો બાંધવા અને જો તેની વાત ન માને તો આપઘાત કરી લેવાની અને ચિઠ્ઠીઓ લખી ધમકીઓ આપતી હોવાની ગંભીર બાબતો સામે આવી છે. જેમાં એક વિદ્યાર્થીનીએ તેના વાલીઓને જાણ કરતા વાલીઓ છાત્રાલયમાં જઈને રજૂઆત કરી હતી. જો કે રજૂઆત બાદ પણ વાલીઓની વાતને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. ગુરુકુળમાં આવી કોઈ ઘટના બની જ નથી તેવા રીતે પોતાની છાત્રાલયનો લૂલો બચાવ કર્યો હતો.
વિદ્યાર્થીનીને બિભત્સ ચિઠ્ઠી મળ્યાનો દાવો કર્યો: સજાતીય સંબંધ બનાવવા વિદ્યાર્થીનીઓ દ્વારા ચીઠ્ઠીઓ લખવામાં આવતી હોવાનો આક્ષેપ કરી ચિઠ્ઠી પણ વિદ્યાર્થીનીઓ દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ ચિઠ્ઠીમાં લખવામાં આવેલી બીભત્સ લખાણને વાંચીને વિદ્યાર્થીનીઓના વાલીઓ દ્વારા ગુરુકુળ ખાતે જઈને આ અંગે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવેલી આ આક્ષેપને સંસ્થાના મુખ્ય અધિકારી દ્વારા ખોટા ગણાવવામાં આવ્યો હતો. ગુરુકુળની બે રેક્ટર પણ આમાં સાથ આપતી હોવાનો આક્ષેપ વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો Soil Scam: હાઇકોર્ટે ફરી તપાસના આદેશ આપ્યા, 28મી ફેબ્રુઆરી સુધીમાં રીપોર્ટ આપો
ગૃહમાતાઓની પણ સંડોવણી હોવાનો આક્ષેપ: અહીં 300 વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે અહીં અભ્યાસ કરતી કેટલીક વિદ્યાર્થીનીઓ વચ્ચે સજાતીય સંબંધો છે અને અન્ય વિદ્યાર્થીનીઓને સબંધ બાંધવા મજબૂર કરાતી હોવાનો એક 13 વર્ષની સગીર વિદ્યાર્થીનીએ આક્ષેપ કર્યો છે અને તેના માતાપિતાએ આ સગીરાને હોસ્ટલમાંથી ઉઠાવી લીધી છે. સગીરાએ કહ્યું હતું કે સંસ્થામાં મોટા ભાગની વિદ્યાર્થીનીઓ લેસ્બિયન છે. જેનો ભોગ અહીં ભણતી દરેક વિદ્યાર્થીનીઓને પણ આવા સંબંધો રાખવા ફરજ પડાઈ છે. આ કામમાં સંસ્થાની તમામ ગૃહમાતાઓ પણ સંડોવાયેલી છે અને વિદ્યાર્થીનીઓને આ સ્કેન્ડલમાં ફસાવવા માટે હેરેસમેન્ટ કરવામાં આવતું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો Surat Crime : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નવજાતને તરછોડી ફરાર માતા પકડાઇ
પોલીસે તપાસની માગ: આ ગંભીર બાબતને લઈને શહેરભરમાં ભારે ચર્ચા ઉઠવા પામી છે અને આ છાત્રાલયમાં અભ્યાસ કરતી સિનિયર વિદ્યાર્થીનીઓ દ્વારા ઘણી અન્ય દીકરીઓને પરાણે સંબંધ બાંધવા પ્રેરિત કરતી હોય અને જો ન માને તો તેની ઉપર ખોટા આક્ષેપો કરી ધમકાવતી હોવાની પણ વાતો સામે આવી છે. આ બાબતે પોલીસ દ્વારા પણ તપાસ થાય તેવું જાણવા મળી રહ્યું છે.