પોરબંદર: કોરોના વાાઈરસના સંક્રમણને અટકાવા લોકો હવે સરકારના આદેશ અને માર્ગદર્શિકાનું ચુસ્ત પણે પાલન કરી સરકારને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે. સરકારના આદેશ પ્રમાણે લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા માટે લોકો એકઠા થાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવું આવશ્યક છે. દરેક લોકો વચ્ચે જરૂરી અંતર રહે તે માટે પોરબંદર જિલ્લામાં તંત્ર દ્વારા ડિસ્ટન્સ માર્કિંગ કરવામાં આવ્યા છે. ડિસ્ટન્સ પ્રમાણે લોકો માર્કિંગમાં પોઈન્ટમાં ઊભા રહીને ખરીદી કરવાનું જણાવવામાં આવ્યું અને લોકો આ સૂચનાનું લોકો સંપૂર્ણ પણે પાલન કરી રહ્યા છે.
પોબંદરના માધવપુરમાં શાકભાજીના વેચાણ દરમિયાન લોકોએ આ માર્કિંગ પોઈન્ટ પર ઊભા રહીને શાકભાજીની ખરીદી કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાણાવાવમાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર ખાતે અનાજ અને આવશ્યક ચીજ વસ્તુઓના વિતરણ પહેલા લોકોના હાથ સેનીટાઇઝરથી સાફ કરી જરૂરીયાત વસ્તુઓનું વિતરણ કરાવામાં આવ્યું હતું.
પોરબંદર જિલ્લા કલેક્ટર ડી.એન.મોદી અને અધિક કલેક્ટર રાજેશ તન્ના તેમજ વરિષ્ઠ અધિકારીઓએ જિલ્લા તંત્રના અધિકારીઓને આ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યુ હતું.