પોરબંદર: સુતારવાડા વિસ્તારમાં ઘાણીવાળી શેરીમાં આવેલી ગિરિરાજ એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં રાખેલા રૂપિયા 46,000 કોઈ અજાણ્યો શખ્સ વેપારીની નજર ચૂકવી ચોરી કર્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
પોલીસે આ કેસમાં તપાસ કરતા ચોક્કસ બાતમીના આધારે નવા કુંભારવાડામાં ચામુંડા માતાજીના મંદિર પાસેથી એક સગીર વયના કિશોરને પકડી પાડયો હતો.અને તેની પૂછપરછ કરતાં કિશોર દુકાનમાં કામ કરતો હતો અને તેને જ દુકાનમાં રહેલા રૂપિયા 46 હજારની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. અને ચોરી કરેલા રૂપિયા સંતાડેલી જગ્યાએથી કાઢીને પરત આપ્યા હતા.
પોલીસે દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.