- જેસીઆઇના ઝોન પ્રમુખ તરીકે પોરબંદરના યુવાનની પસંદગી
- જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ- ભારત સહિત 124 દેશોમાં કાર્યરત છે
- 2021ના ઝોન પ્રમુખ તરીકે પોરબંદરના યુવાન બીરાજ કોટેચા
પોરબંદરઃ પોરબંદરમાં જેસીઆઇની સ્થાપના 6 ફેબ્રુઆરી 2014માં જેસીઆઇ પોરબંદરની સ્થાપના કરવામાં આવી હતી.આ સંસ્થાના સ્થાપક પ્રમુખ તરીકે લાખણશી ગોરાણીયાએ જવાબદારી સ્વીકારી પોરબંદરને વ્યક્તિત્વ વિકાસની ધમધમતી આંતરરાષ્ટ્રીય સંસ્થાની ભેટ આપી હતી. ત્યારબાદ દર વર્ષે જેસીઆઇની પ્રણાલી મુજબ અલગ-અલગ પ્રમુખોને વર્ષ માટે જવાબદારી નિભાવી હતી.
- છ વર્ષમાં પોરબંદરના છ યુવાનોને પ્રદેશની ટીમમાં સ્થાન
પોરબંદરમાં જેસીઆઇની સ્થાપના બાદ અત્યાર સુધીના 6 વર્ષમાં ઝોન (પ્રદેશ)ની કારોબારીમાં પોરબંદરના યુવાનો લાખણશી ગોરાણીયા, બીરાજ કોટેચા, સંજય કારીયા,કલ્પેશ અમલાણી, સંદીપ કાનાણી અને નીલેશ જાેગીયા વગેરે યુવાનોને જુદાજુદા હોદાઓ ઉપર નિમણુકો આપી ઝોન કક્ષાએ પોરબંદર જેસીઆઇની ખાસ નોંધ લેવામાં આવી હતી.
- પોરબંદરને પ્રથમ વખત ઝોન પ્રમુખ મળ્યાં
આંતરરાષ્ટ્રીય સંસ્થા જેસીઆઇ (જુનીયર ચેમ્બર ઇન્ટરનેશનલ) ના ઝોન સાત (ગુજરાત પ્રદેશ)ના પ્રમુખ તરીકે જે શહેરમાં વર્ષોથી જેસીઆઇ કાર્યરત હોય છે તેવા શહેરોના યુવાનોને ઝોન પ્રમુખ તરીકે સ્થાન આપવામાં આવતું હોય છે. પરંતુ પોરબંદર જેસીઆઇએ ટુંક સમયમાં કરેલી અસરકારક કામગીરીની રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લઇ પોરબંદરને માત્ર 6 વર્ષના ટૂંકા ગાળામાં ઝોન પ્રમુખ તરીકે પોરબંદરના યુવાન બીરાજ કોટેચાની પસંદગી કરાતા ગાંધીભૂમિને પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સંસ્થાના ઝોન પ્રમુખ મળ્યાં તે આપણા માટે ગૌરવની વાત છે.
- લાખણશી ગોરાણીયાનું મહત્વનું યોગદાન
વર્ષ-2014માં જેસીઆઇ પોરબંદરના સ્થાપક પ્રમુખ તરીકે લાખણશી ગોરાણીયાએ લોક ઘડતર અને વ્યક્તિત્વ વિકાસના હેતુ સાથે પોરબંદરના નવયુવાનોની ટીમ બનાવી દરેક યુવાનોમાં પડેલી આંતરીક શક્તિઓને બહાર લાવવા સૌને સાથે લઇ ચાલવાની નેમ સાથે જેસીઆઇની ટીમને સક્રિય બનાવી પોરબંદરને અનેક કાર્યક્રમો અને આયોજનની ભેટ આપી. જેસીઆઇમાં રાજય અને રાષ્ટ્રીયકક્ષાના હોદેદારો સાથે સારા સંબંધો અને જેસીઆઇ પોરબંદરની ઉતમ કામગીરીના કારણે દર વર્ષે પોરબંદરના એક યુવાનને ઝોન કક્ષાએ કામ કરવાની તક આપી રાજય લેવલે પોરબંદરનું મહત્વ વધારવામાં લાખણશી ગોરાણીયાની મહત્વની ભૂમિકા રહી છે.
- જેસીઆઇ પોરબંદરની છ વર્ષની સફળતામાં ગાંધીભૂમિની જનતાનું યોગદાન ખૂબ જ મહત્વનું રહ્યું
ટૂંક સમયમાં જેસીઆઇ ઝોન પ્રમુખ તરીકે બીરાજ કોટેચાની પસંદગી થઇ છે, ત્યારે જેસીઆઇ પોરબંદરની છ વર્ષની સફળતામાં ગાંધીભૂમિની જનતાનું યોગદાન ખુબ જ મહત્વનું રહ્યું છે. આ ઉપરાંત જેસીઆઇના દરેક કાર્યક્રમોને લોકો સુધી પહોંચાડી અમને વધુ કામ કરવા પ્રોત્સાહિત કર્યા છે તેવા જેસીઆઇના દરેક કાર્યક્રમોમાં ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારનારા તમામ અધિકારીઓ, નગરશ્રેષ્ઠીઓ, રાજકીય અને સામાજિક આગેવાનો આ ઉપરાંત ઝોન કક્ષાએ પોરબંદરના યુવાનોને કામ કરવાની તક આપવા બદલ ઝોન લીડર ભરતભાઇ પટેલ અને તમામ પીઝેડપીનો ખાસ આભાર વ્યકત કરી બીરાજ કોટેચાને વર્ષ 2021 ના ઝોન પ્રમુખ તથા કલ્પેશ અમલાણી અને નીલેશ જાેગીયાને ઝોન ઓફીસર તરીકે નિમણુક બદલ જેસીઆઇ પોરબંદરની સમગ્ર ટીમે અભિનંદન પાઠવી ઋણ સ્વીકારની લાગણી વ્યકત કરી હતી.