પોરબંદર: ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી અમદાવાદ દ્વારા રેતી શિલ્પ મહોત્સવ 2023નું પોરબંદરમાં ચોપાટી ખાતે તારીખ 15 અને 16 એમ બે દિવસ યોજાયું છે. જેમાં કૃષ્ણ સરકાર સુદામા થીમ પર શિલ્પ બનાવવામાં આવશે. આજરોજ આ મહોત્સવનો શુભારંભ થયો હતો. સત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજીની જન્મભૂમિ તથા સુદામાની કર્મભૂમિમાં લલિત કલા એકાદમી ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવેલ આ આયોજન જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું છે અને 15 અને 16 જાન્યુઆરી બે દિવસ ચોપાટી પર રહેશે આવતીકાલે પણ વિશેષ રીતે શિલ્પ બનાવવામાં આવશે અને લોકો રેત શિલ્પકારોને પ્રોત્સાહિત કરે તેવી અપીલ કરી હતી
વિવિધ પ્રકારના ચોપાટી બનાવવામાં આવ્યા: લોકોમાં રેતી શિલ્પ બનાવવામાં પણ અદભુત કલા છુપાયેલ છે અને રેત શિલ્પ કલાકારોએ કૃષ્ણ સખા સુદામાની થીમ પર આ શિલ્પનું નિર્માણ કર્યું છે. પોરબંદરના જાણીતા રહેતા શિલ્પ કલાકાર નથુભાઈ ગરચર દ્વારા કૃષ્ણ અને તેના સખા સુદામા સાથેના મિલનનું દ્રશ્ય હેત શિલ્પ દ્વારા બનાવ્યું છે. જેમાં શ્રીકૃષ્ણ સુદામાના ચરણ કમળ ધોઈ રહ્યા છે અને મહેલનું આ દ્રશ્ય છે રાજ ગાદી ઉપર સુદામાજી બેઠા છે. કૃષ્ણ તેમના ચરણ કમળ ધોઈ રહ્યા છે તે આબેહૂબ દ્રશ્ય જોઈને દર્શકો પણ મંત્રમુગ્ધ બન્યા હતા. આ ઉપરાંત સુદામા મંદિર તથા ઇન્ડિયા ગેટના રેત શિલ્પ બનાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો Sparsh Mohotsav: સ્પર્શ મહોત્સવમાં વિજય રત્નસુંદરસુરીશ્વરજીના 400માં પુસ્તકનું થશે વિમોચન
રેતી શિલ્પ જોવા લોકો ઉમટી રહ્યા છે: પોરબંદરમાં રાજમહેલ પાછળ ચોપાટી ના દરિયા કિનારે યોજાયેલ આ રેતી શિલ્પ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો નિહાળી રહ્યા છે અને કલાકારોને પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે અને બાળકો આ રેતી શિલ્પ જોઈને ખુશ થઈ રહ્યા છે.
આ પણ વાંચો G-20 meeting 2023: G-20 બેઠકો માટે ગુજરાત તૈયાર, ટુરીઝમ વર્કીંગ ગ્રુપની બેઠક 8થી10 ફેબ્રુઆરી કચ્છમાં
રેતી શિલ્પ મહોત્સવ 2023: પોરબંદરના સ્થાનિક રહેવાસી કૌશિકભાઈ જણાવે છે કે સરકાર દ્વારા આ ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. દરેક પોરબંદરવાસીઓએ અપીલ છે કે તેઓ પોતાના પરિવાર સાથે અહીંયા આવે અને રેત શિલ્પની પ્રતિકૃતિનો આનંદ માણો. ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના અધિકારી મયુરભાઈ મોરી જણાવે છે કે રેત શિલ્પના કારીગરોને રોજગાર મળી રહે અને લોકોને પણ રેતશિલ્પ જોવનમો લ્હાવો મળી રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.