પોરબંદરઃ શહેરમાં 14-15 એપ્રિલના રોજ રાણાવાવ શહેરમાં ત્રણ દુકાનોના તાળા તોડી કટલેરીની દુકાનમાંથી આશરે રૂપિયા 25000/- ની કિંમતની કટલેરી, હોઝીયરીની ચીજવસ્તુઓની ચોરી થઇ હતી.

પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા સદર ગુનાની સઘન તપાસ કરી હતી. ચોર અને મુદ્દામાલ શોધવા માટે રાણાવાવ પોલીસ સ્ટેશનના પ્રો.Dy.S.P. એ.પી રાઠવાની રાહબરી હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એસ.ઝાલા તથા સ્ટાફ દ્વારા સઘન તપાસ કરી હતી.
આ ગુનાના આરોપીઓને તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓની વધુ તપાસ PSI બી.એસ.ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી હતી.