- મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાંથી સગીરાને આરોપીએ ભગાડી લાવ્યો હતો
- રાણાવાવમાં એક વાડીમાં સગીરા સાથે આરોપીને પોલીસે ઝડપી લીધો
- સગીરાના પરિવારજનોએ માન્યો પોરબંદર જિલ્લા પોલીસનો આભાર
પોરબંદર : જિલ્લામાં ગુમ થયેલા અપહરણ થયેલા બાળકો, શખ્સને શોધવા માટે પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની દ્વારા એક ઝુંબેશનું આયોજન કરવામાં આવી રહ્યું હોય જે અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન આજથી નવેક માસ પૂર્વે મધ્ય પ્રદેશના ઈન્દોર જિલ્લામાંથી એક સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે આરોપી અને સગીરાને લઈ હનુમાનગઢ ગામની સીમમાંથી ઝડપી લીધા હતા.
નવેક માસ પહેલા મધ્ય પ્રદેશના ઈન્દોર જિલ્લામાંથી સગીરાનું થયું હતું અપહરણ
પ્રાપ્ત માહિતી અનુસાર આજથી નવેક માસ પહેલા મધ્ય પ્રદેશના ઈન્દોર જિલ્લામાંથી એક સગીરાનું અપહરણ થયું હતું. જે આરોપી સગીરાને લઈ હનુમાનગઢ ગામની સીમમાં છૂપાયેલા હતા. તેવી હકીકત મળતા જરૂરી વોચ ગોઠવી સગીરાને આરોપી સાથે ઝડપી લઈ આરોપી તથા ભોગ બનનારી મધ્ય પ્રદેશના ઈન્દોર જિલ્લાના અન્નપૂર્ણા પોલીસ સ્ટેશનના સ્ટાફને સોંપી આપતા મધ્ય પ્રદેશના પોલીસ સ્ટાફ તથા સગીરાના પરિવારજનો દ્વારા પોરબંદર જિલ્લા પોલીસનો આભાર માન્યો હતો.